K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
ક્રાઈમ

ભુજની પાલારા જેલમાં સ્કવોર્ડની ટીમની ઝડતી, ૨ મોબાઇલ મળ્યા 

03 October



ભુજ : પાલારા જેલ મોબાઇલ પકડાવા  બાબતે અવાર નવાર વિવાદમાં રહે છે ત્યારે અમદાવાદથી જેલર ગ્રુપ ઝડતી સ્કવોડની ટીમે ગત રાતે અચાનક પાલારા જેલ સર્કલ-૨ ના યાર્ડ ૧૧ની બેરેક નંબર ૯માં તલાસી લેતા બે મોબાઇલ મળી આવ્યા હતા જે અંગે બેરેકમાં રહેલા પાસાના ૩ સહિત ૧૯ કેદીને પૂછતાછ કરતા કોઇએ જવાબ આપેલ નહી જેથી તપાસમાં જે નિકળે તેની સામે ભુજ બી ડીવિજન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. 
જેલર જડતી સ્કવાર્ડના ડી. આર. કરંગીયાએ ભુજ બી ડીવીજન ખાતે નોંઘાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે રાતે તેમની ટીમ પાલારા જેલ ખાતે ઝડતીમાં આવી હતી. જેલના સર્કલ-૨ ના યાર્ડ ૧૧ની બેરેક નંબર ૯માં તલાસી લેતા બે મોબાઇલ મળી આવ્યા હતા. વીવો કંપનીનો કાળા કલરનો જીયો સીમ કાર્ડ સાથેનો ચાલૂ મોબાઇલ તેમજ વીવો કંપનીનો ગ્રીન કલરનો બંધ મોબાઇલ મળી આવ્યો હતો જે બંનેમાં પેટર્ન લોક હોતા બેરેકમાં રહેલા પાસાના ૩ સહિત ૧૯ કેદીને પૂછતાછ કરતા કોઇએ જવાબ આપેલ નહી જેથી બંને મોબાઇલને એફએસએલમાં મોકલીને તપાસમાં જે નિકળે તેની સામે ગુનો દાખલ 
કરાયો હતો.

 

Comments

COMMENT / REPLY FROM