K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

કંડલા મીઠા પોર્ટ નજીક વિસ્તારમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

27 September


ગાંધીધામ : કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર સમાન કંડલા સંકુલમાં દબાણોનું દુષણ શરદર્દ સમાન બન્યું છે. ખાસ કરીને મહાબંદરે કંડલાની આસપાસના વિસ્તારોમાં દબાણની ગેરપ્રવૃત્તિએ માજા મૂકી છે ત્યારે આજે દિનદયાળ પોર્ટ પ્રશાસન, વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે કંડલાના થર્મલ વિસ્તારના ખાડા તરીકે પ્રજલીત થયેલા વિસ્તારમાં કરવામાં આવેલ દબાણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. મીઠા પોર્ટ પાછળ આવેલા થર્મલ નજીક થરી પન્ના અને ખડુ વિસ્તારમાં થયેલા રહેણાક સહિતના કાચા - પાકા બાંંધકામો, ખાડાઓમાં ડમ્પ કરાયેલા સામાન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કંડલા સહિત પોલીસ ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા વિસ્તારમાં ઊભા થયેલા ઝુપડપટ્ટી સહિતના દબાણો થોડા સમય અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થંભી ગયેલ ઝુંબેશને આજે ફરી હાથ ધરવામાં આવી હતી. બંદરીય સલામતીના ભાગરૂપે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડીપીએ પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા પણ સરકારી પડતર જમીન પર દબાણો કરનાર દબાણકારોને સ્વૈચ્છિક ધોરણે પોતાના દબાણો ખસેડી લેવાની તાકીદ કરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM