K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

ભુજ શહેરમાં ધાર્મિક સહિતના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

22 September


વહેલી પરોઢે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો કરાયા દૂર : માંડવી રોડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આસપાસના વિસ્તારોમાં હાથ ધરાઈ કામગીરી


ભુજ : જિલ્લામથકમાં ફરી એકવખત ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે વહેલી પરોઢે ધાર્મિક સહિતના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં નદી, નાળા, પાણીના વહેણ પર ગેરકાયદે દબાણો ફુટી નિકળ્યા હતા તેને દુર કર્યા બાદ આજે તંત્ર દ્વારા વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારે લોકો ઉઠે તે પહેલા ધાર્મિક સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ભુજ માંડવી રોડ, રેલવે લાઈન આસપાસના વિસ્તારો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમીપેના રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગ, નદીનાળા, રેલવે લાઈન આસપાસના ગેરકાયદેસર દબાણો, દરગાહની બાઉન્ડ્રી વોલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ અને સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણો સામે ભુજ સુધરાઈએ લાલ આંખ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર જિગરભાઈ પટેલ, દબાણ શાખાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. નગરપાલિકા તંત્રએ શહેરમાં ગેરકાયદેસર દબાણો સામેની ઝુંબેશ અવિરત ચાલુ રહેશે તેવું જણાવી સરકારી જમીન, નદીનાળા, પાણીના વહેણ વગેરે સ્થળોએ ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ કરી દબાણ કરનારાઓને તેમના દબાણો સત્વરે દૂર કરી લેવા તાકીદ કરી છે. આવનાર દિવસોમાં શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલશે તેવું તંત્રએ જણાવ્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM