K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

સાંસદ સંપર્ક સદન લોક-લાગણીનું કેન્દ્ર બનશે : પાટીલ

14 September




જાહેરજીવનમાં રહેતા લોકો માટે કચ્છના સાંસદે પુરૂ પાડ્યું પ્રેરણારૂપ દ્રષ્ટાંત : સી.આર. પાટીલ


લોકસંવાદ જ જનસેવાનું સચોટ માધ્યમ : પ્રદેશ અધ્યક્ષ



ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે સાંંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલયનું ઉદ્દઘાટન : : પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીપટેલ, મોરબી-કચ્છના ભાજપના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત


કચ્છ-મોરબીની જનતાનું ઋણ ચુકવવા સતત પ્રયત્નશીલ છું : 
વિનોદ ચાવડા



ભુજ : કચ્છ-મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાનું વિવીધ સુવિધાસભર સાંસદ સંપર્ક સદનનું આજ રોજ કેન્દ્રીય જળસંપત્તી મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાત આર પાટીલના હસ્તે દબદબાભેર ખુલ્લુ મુકવામા આવ્યું છે. કેન્દ્રીયમંત્રી ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મોભીઓ આ કાર્યક્રમના સાક્ષી બન્યા છે. સી આર પાટીલ દ્વારા આ સદનને કચ્છની જનતાની લાગણીઓને વાચા આપવાનુ મજબુત પ્લેટફોર્મ કેન્દ્ર સ્થાન બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
જાહેર જીવનમાં જનસેવા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે જીવંત લોકસંવાદએ સૌથી મહત્વનું પાસુ બની રહે છે. લોકસંવાદ જ જનસેવાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવાનું સચોટ માધ્યમ છે તેવી લાગણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના સાંસદ સંપર્ક સદનના લોકાર્પણ પ્રસંગે વ્યકંત કરી હતી. તેમણે લોકો સાથેનો જીવંત સંપર્ક જનપ્રતિનિધિ માટે કેટલું મહત્વપૂર્ણ રહે છે તે અંગે સમજ આપી હતી અને કચ્છના સાંસદે કેટલી પહેલને અન્ય જનસેવકો માટે દ્રષ્ટાંતરૂપ ગણાવી હતી. આ વેળાએ ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જન પ્રશ્નોને વાચા આપવા અને લોકોને તેમના પ્રશ્નો રજૂ કરવા મંચ પુરૂ પાડવા બદલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં કચ્છીજનોએ તેમને કચ્છ - મોરબીની જનતાની સેવા કરવાના આશિર્વાદ આપ્યા છે, ત્યારે જનતાનું ઋણ ચુકવવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિશાળ ભૂભાગમાં ફેલાયેલા કચ્છ લોકસભા ક્ષેત્રની જનતા પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ પહોંચાડી શકે તે માટે નમ્ર પ્રયાસ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ 
અમૃતિયાએ સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, ધવલ આચાર્ય, પ્રવીણસિંહ વાઢેર, દેવરાજ ગઢવી સહિત 
ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM