K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
ક્રાઈમ

ટપ્પરની સીમમાં ૧૦ લાખનો કેબલ લૂંટી જનારા સાત શખ્સો ઝડપાયા

13 September



અંજાર : તાલુકાના ટપ્પર સબ સ્ટેશન પાસે વીજ ટાવરમાંથી કેબલ ચોરી કરીને જતી ટોળકીને પડકારતા સિક્યોરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી ૧૦ લાખની કિંમતનો ૬ હજાર મીટર કેબલ લૂંટીને આરોપીઓ ભાગી ગયા હતા, જે બાબતે દુધઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં એલસીબીએ તપાસ હાથ ધરતા લૂંટ કરનારા વરનોરા ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું હતું. વીજ વાયર ભરીને બોલેરો પીકઅપ ડાલામાં ભરી બોલેરો અને સ્વિફટ લઈને ટપ્પરથી લાખાપર થઈ ચાંદ્રાણીવાળા રસ્તે ભુજ જતા હોવાની બાતમીના આધારે ગાંધીધામ એલસીબીએ ૭ લોકોને ઝડપી લીધા હતા, જેમાં ભુજના દાદુપીર રોડ ઉપર રહેતા સમીર ઈબ્રાહિમ ઈસ્માઈલ કુંભાર તેમજ નાના વરનોરાના મીરખાન જાકુર ખમીશા મમણ, રિયાઝ અલારખા અધાભા ત્રાયા, હાજી રમજુ અલિયાસ મમણ, સુલેમાન જાનમામદ આમદ મોખા, સુમાર ઈશાક સુલેમાન ત્રાયા અને ઈસ્માઈલ જાકુબ ખમીશા મમણને ઝડપી લઈ લેવાયા હતા. ૩૦૧૦ કિલો એલ્યુમિનિયમના વીજ વાયર કિંમત રૂા.પ,૧૧,૭૦૦ તેમજ બોલેરો નંબર જી.જે. ૧ર બીવાય ૭૪૬૮, સ્વિફટ નંબર જી.જે.૧ર એફએ ૮૬૯૧ તેમજ ૩૧ હજારના ૭ મોબાઈલ, વાયર કાપવાની કાતર, વાયર કાપવાની આરી વગેરે મળી ૧ર,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને દુધઈ પોલીસના હવાલે કરાયા છે.

Comments

COMMENT / REPLY FROM