K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

રાજકોટના બે શખ્સોએ ગાંધીધામના વેપારીને સોનાનું નકલી બ્રેસલેટ પધરાવી ૧.૮૬ લાખના શીશામાં ઉતાર્યો

04 September



૭૧ હજારની સોનાની ચેઈન મેળવી અને બાકીના રૂપિયા ચેકથી લીધા બાદ નનૈયો ભણી દીધો



ગાંધીધામ : શહેરમાં વેપારી સાથે ૧.૮૬ લાખ રૂપિયાની ઠગાઈ થતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી પ્લોટ નં. બી-૬, શક્તિનગરમાં રહેતા દિપકભાઈ જયંતીલાલ ગુસાણીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું કે, આરોપીઓ રાજકોટમાં મોરબી રોડ પર આર.ડી. રેસીડેન્સીમાં રહેતા ભાલોડીયા રાજેશભાઈ તેમની દુકાને આવ્યા હતા અને સોનાનુ ૩પ.૯૮ ગ્રામનું બ્રેસલેટ રજુ કર્યું હતું. બાદમાં ખરાઈ કરતા તે ખોટું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ બ્રેસલેટ માટે ચામુંડા જવેલર્સનું ખોટું બીલ અને જય અંબે ટચલેબનું ર૧.૪૮ કેરેટનો ગોલ્ડ ટેસ્ટીંગ રીપોર્ટ રજુ કર્યો હતો. ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બ્રેસલેટના બદલામાં સોનાની ૧૧.૦પ૦ ગ્રામની ચેઈન કિંમત રૂા. ૭૧ હજાર વાળી મેળવી લીધી હતી, બાકીના નાણા ચેકથી વનરાજભાઈ જગાભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ૧.૧પ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા ફોન કરી રૂપિયા પરત માંગ્યા હતા. જો કે રાજેશભાઈએ સંતોષકારક જવાબ ન આપ્યો અને વનરાજભાઈએ રૂપિયા ભુલી જાઓ તેમ કહેતા એ ડિવિઝનમાં અરજી આપી હતી, જે બાદ ગુનો નોંધાયો છે.

Comments

COMMENT / REPLY FROM