K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

આદિપુરમાં ટોળાએ સરાજાહેર હુમલો કરતાં ૮ સામે ફરિયાદ 

31 August




અમારી દુશ્મની મોંઘી પડશે આજે તો તમને જીવતા જવા દઈએ છીએ તેવી ધમકી અપાઈ 


ગાંંધીધામ : આદિપુરના જુમાપીર ફાટક પાસે બે વાહન ભટકાયા બાદ થાર ગાડીમાં આગ લગાવી દેવાઈ હતી. સામે પક્ષે પિતા - પુત્રને ઈજાઓ થઈ હતી. તેમને સારવાર  માટે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે દિવસ ભર મામલો ચર્ચામાં રહ્યા બાદ આદિપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૂળ ખોડાસરના હાલે આદિપુરમાં રહેતા દિલુભા રામભા ગઢવીના જણાવ્યા પ્રમાણે આરોપીઓ અંજાર તાલુકાના મેઘપર બોરીચીના કરશનભા ઉર્ફે દિનેશભા નારણભા ગઢવી, મેઘપર કુંભારડીના નવીનભા રાજભા ગઢવી, મેઘપર બોરીચીના રાણાભા નારણભા ગઢવી, ભરતભા ખોડૂભા ગઢવી, મિતુલ ધીરૂભા ગઢવી, મિત મનુભા ગઢવી, ઈશ્વર મનુભા ગઢવી અને મહેશ મોમાયાભા ગઢવી સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી અને સાહેદ પોતાની બોલેરો લઈને જુમાપીર ફાટકથી મલયાલમનગર ચાર રસ્તા જતા હતા, ત્યારે આરોપી કરશનભાએ પોતાની થાર ગાડીમાં નવીનભા અને રાણાભાને લાવી ફરિયાદીની બોલેરોમાં ટક્કર મારી હતી. ભરતભા પોતાની સ્કોર્પિયોમાં મીતુલ અને મીતને લઈને આવ્યો હતો. જયારે ઈશ્વર પોતાની બલેનો ગાડીમાં મહેશને લઈને આવ્યો હતો. તમામ આરોપીઓએ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદીને પગના ભાગે ફ્રેકચર અને શરીરે મુઢ ઈજાઓ પહોંચાડી સાહેદને માથાના ભાગે અને આંગડીના ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી અમારી દુશ્માની મોંઘી પડશે. બીજીવાર મળશો તો ભડાકે દઈ દેશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. આદિપુર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 
 

Comments

COMMENT / REPLY FROM