K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

પરજાઉના સરપંચે ઝેરી દવા પી લેતા મોત

24 August




ગામના એક વ્યક્તિ દ્વારા સરપંચને ખોટી રીતે કનડગત કરી માનસિક ત્રાસ અપાતા તણાવમાં આવીને પગલું ભર્યાનો આક્ષેપ : જયાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પરિવારજનોએ દેહનો સ્વિકાર કરવાનો કર્યો ઈન્કાર : પશ્ચિમ કચ્છના સરપંચોએ મોટી સંખ્યામાં જી.કે.જનરલ હોસ્પિટલમાં એકત્ર થઈ કડક પગલાં ભરવા પોલીસ સમક્ષ કરી માંગ



ભુજ : અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત થયું છે, જેને પગલે પરિવારજનો અને જિલ્લાના પંચાયતી રાજમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ગામના એક વ્યક્તિ દ્વારા ખોટી રીતે અપાતા ત્રાસના કારણે માનસિક તણાવમાં આવી જતા સરપંચે દવા પી લીધી હતી. જેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જયાં સુધી તેની સામે પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી દેહનો સ્વિકાર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી માહિતી પ્રમાણે ત્રણ દિવસ પહેલા ૬૦ વર્ષિય બળવંતસિંહ બળુભા જાડેજાએ ઝેરી દવા પી લીધી હતી. જેઓને સારવાર માટે પ્રથમ નલિયા, બાદમાં કે.કે. પટેલ હોસ્પિટલ અને ત્યાંથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. તેઓ અઢી વર્ષથી ગામના સરપંચ હોવાનું જાણવા મળ્યું છે. ગામના એક વ્યક્તિ દ્વારા તેઓને ટોર્ચર કરવામાં આવતા હતા. જેનાથી કંટાળીને ખેતીના પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. હોસ્પિટલમાં પરિવારજનો અને પશ્ચિમ કચ્છના સરપંચો પહોચી આવ્યા હતા. કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, મહામંત્રી રણછોડભાઈ આહિર (યાદવરાજ), મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ એન.ટી.આહિર સહિતના સરપંચોએ હોસ્પિટલમાં આવી ઘટનાને વખોડી હતી. પરેશસિંહ જાડેજાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું કે, બનાવ દુઃખદ છે અને અમે શખ્ત શબ્દોમાં વખોડીયે છીએ. જયાં સુધી એ વ્યક્તિ સામે પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી દેહનો સ્વિકાર કરવામાં નહીં આવે. જખૌ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

COMMENT / REPLY FROM