K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

કચ્છના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની આવતીકાલે નલિયામાં લોક સુનાવણી

21 August

છ માસ પૂર્વે ભુજમાં ભારે વિરોધ બાદ રદ્‌ થયેલ...




કચ્છના કાંઠાળ લખપત, અબડાસા, માંડવી વિસ્તારના પ્રસ્તાવિત પ્લાન ઉપલબ્ધ કરાવી નાગરીકોના વાંધા સુચનો લેવાશે : : કચ્છના કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાનમાં અનેક વિસંગતતાઓ અંગે લોક સુનાવણીમાં થયો હતો ઉગ્ર વિરોધ





નલિયા : લખપત, અબડાસા, માંડવી તાલુકાના ભવિષ્યમાં અમલી થનારા પ્રસ્તાવીત સીઆરઝેડ અંગેની લોક સુનાવણી આવતીકાલે નલીયાની પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવી છે. સુનાવણી અંતર્ગત સર્વે નંબરો સાથેની અને પ્રસ્તાવીત પ્લાન સાથેની સરવે નંબર સહિતની માહીતી ઉપલબ્ધ કરાવી તે અંગે નાગરીકોના વાંધા-સુચનો આ સુનાવણીમાં નોંધવામાં આવશે.આ અંગે લોકોમાં જાગૃતી આવી હોય તેમ સોશીયલ મીડીયામાં વહેતા થયેલા મેસેજોમાં નકશાઓ ભુલ-ભરેલા હોઈ ગામની સાચી પરિસ્થિતિની અત્યારની સુનાવણીમાં જ રજુઆત કરાય તેવી અપીલ કરાઈ છે.ત્યારબાદ સુધારા માટે લાંબી લડત કરવી પડશે તેવા મેસેજ ફરતા થયા છે. આમ તંત્રની તૈયારી સાથે અસરગ્રસ્ત ગામોના લોકો પણ સુનવાણીની તૈયારીમાં લાગી ગયા છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગુજરાતના કુલ દરિયાકાંઠાના ૨૫ ટકા હિસ્સો કચ્છમાં છે, ત્યારે આ ૪૦૬ કિમી. દરિયા કિનારાના નકશાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ ડ્રાફ્ટનું પ્રેઝન્ટેશન બાદ અંતિમ નિર્ણય લેવા માટે આવતીકાલે નલિયા પ્રાંત કચેરીમાં સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. છ માસ અગાઉ ભુજના ટાઉનહોલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજાઇ હતી. જેમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતા અંતે તંત્રે રદ્‌ જાહેર કરવી પડી હતી. કચ્છના દરિયા કિનારે કુલ ૧૨૦ ગામ આવેલા છે, તેમાંથી માત્ર ૭૩ ગામડા જ દર્શાવી અને બાકીનાને ગાયબ કરી નાખવાની પેરવી કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. કચ્છ જિલ્લાના અબડાસા, અંજાર, લખપત, માંડવી, મુન્દ્રા, ભચાઉ અને ગાંધીધામની કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન મંજૂરી અંતર્ગત ડ્રાફ્ટ તૈયાર કરી ફરી લોક સુનાવણીની કવાયત હાથ ધરવામાં આવી છે. આવતીકાલે નલિયા પ્રાંત કચેરી ખાતે હાથ ધરાનારી સુનાવણીમાં અસરગ્રસ્ત ગામના લોકો દ્વારા પ્રસ્તાવિત પ્લાનની વિસંગતતાઓ અંગે રજુઆત થાય તેવી સંભાવના છે. ગત વખતે ભુજમાં હાથ ધરાયેલ લોક સુનવણીમાં વિરોધનો વંટોળ ઉઠ્‌યો હતો તે મુદ્દો આજનો નહીં પરંતુ જૂનો છે. ૨૦૦૧ ના ધરતીકં બાદ કચ્છના ચાર નગરો ભુજ, ગાંધીધામ, અંજાર અને ભચાઉના ટાઉન પ્લાનિંગ માટે નકશા બન્યા તે પણ સ્થળ પર તપાસ કર્યા સિવાય બન્યા હતા. તે કારણથી જ અનેક ત્રુટીઓ રહી ગઈ હતી. આવી જ ભૂલ સમુદ્રી તટના નકશાઓમાં થઈ હોવાનો કોસ્ટલ એરીયામાં રહેતા લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. 

Comments

COMMENT / REPLY FROM