K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં શ્રાવણી જુગારની જામતી રંગત

20 August



શિવગઢ, લાકડિયા, અંતરજાળ, નિરોણા, દેશલપર, કપાયા, સણવા અને મુંદરામાં જુગાર  પર દરોડા : ૮  પોલીસના દરોડામાં ૪૧ ખેલીઓને ર.૧૮ લાખ રોકડ કબ્જે કરાઈ 


ભુજ : શ્રાવણ મહિનો આવતાની સાથે ખેલીઓ જયાં જગ્યા મળે ત્યાં જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે પોલીસ પણ આરોપીઓને પકડવામાં પાછળ રહેતી નથી. ત્યારે કચ્છના ગ્રામીણ વિસ્તારમાં જુગારની મોસમ ખીલી હોય તે રાપર તાલુકાના શિવગઢ, લાકડિયા, અંતરજાળ, નિરોણા, દેશલપર, કપાયા, મુંદરા અને સણવામાં જુગાર રમતા ૪૧ ખેલીઓને પોલીસે ર,૧૮,૭૦૦ રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છમાં પોલીસે મુંદરામાં મહેશનગરની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ખેલીઓ બટુકસિંહ વિક્રમસિંહ જાડેજા, અનિલ કાનજી મકવાણા, જાવેદ હુસેન કુંભાર, ગોવિંદ શિવજી ધેડા અને રમેશ વિરજી સોધમ હાર જીતનો જુગાર રમતા હતા. પડમાંથી મુંદરા પોલીસે રોકડા રૂપિયા ૧૧,૩પ૦ રોકડા મળી આવ્યા હતા.  બીજો દરોડો મુંદરા તાલુકાના દેશલપર સ્મશાન પાસે જુગાર પર પાડ્યો હતો. જેમાં ૧,૦૪,પ૦૦ રોકડા, ર૧ હજારના પાંચ મોબાઈલ મળી ૧,રપ,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં ખેલીઓ ભીમાસિંહ મેઘરાજસિંહ ચાવડા, ભીખુભા રાસુભા જાડેજા, દેવરાજ પ્રેમજી મહેશ્વરી, મનીષપુરી જેરામપુરી ગોસ્વામી, લવેશ કમલેશ બંદરીમાલમ અને ગુલાબસિંહ જાડેજાની અટક કરી હતી.  તો ત્રીજો દરોડો નાના કપાયા ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં વથાણ ચોકમાં પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમી રહેલા રાજુભા રામસંગજી સમા, દિલીપસિંહ ગોપાલજી સોઢા, નરોતમપુરી નારણપુરી ગોસ્વામી, હિતેશભાઈ પ્રહલાદભાઈ મોઢ અને પથુભા કુંવરજી સમાને પકડી પાડ્યા હતા. તેમના પાસે રોકડા રૂપિયા ૧૭,૬૯૦ મળી આવ્યા હતા.નિરોણા પોલીસે પાલનપુર સીમ વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં જુગાર પર પોલીસે રેડ કરી હતી. જેમાં રોકડા રૂપિયા ૧૦,૦૬૦ કબ્જે કર્યા હતા. જુગાર રમી રહેલા રાજેશ વાલજી મહેશ્વરી, મેહુલ અરજણ મારવાડા, પ્રેમજી વેલજી મારવાડા, અમીરશા હારૂનશા સૈયદ, હરીલાલ મંગા મારવાડા, થાવર લીલા મહેશ્વરી અને જીતેન્દ્ર ભોજાભાઈ મંગરિયાની પોલીસે અટક કરી હતી. 
પૂર્વ કચ્છ પોલીસે અંતરજાળ ગામે જુગાર  રમી રહેલા વિનોદ ઉર્ફે વિનુ મફાભાઈ દેવીપૂજક, ખીમજી કાંતિભાઈ દેવીપૂજક, મુકેશ ટપુભાઈ દેવીપૂજક, રમેશભાઈ કાનજીભાઈ દેવીપૂજક, ખીમજીભાઈ કાંતિભાઈ દેવીપૂજક, સૂરજ મોતીલાલ દેવીપૂજક, પ્રવીણ ટપુભાઈ દેવીપૂજક અને શંકર અમથુભાઈ દેવીપૂજકને આદિપુર પોલીસે જુગાર રમતા પકડી પાડ્યા હતા. પડમાંથી રોકડા રૂપિયા ૧૮,૩ર૦ મળી આવ્યા હતા. તો લાકડિયામાં જુગાર રમી રહેલા ભરત મોતી કોલી અને વાલજી દયારામ કોલીને લાકડિયા પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ૩૪૦૦ રોકડા કબ્જે કર્યા હતા. તો બાલાસર પોલીસે સરહદી ગામ શિવગઢમાં જુગાાર પર રેડ કરી હતી. જેમાં દલાભાઈ નામેરીભાઈ પરમાર (મુછડિયા), વિરભણભાઈ જીવાભાઈ કોલી, રમેશભાઈ ખીમાભાઈ બગડા અને નાનજીભાઈ હરદોરભાઈ પરમાર અને ગાંગાભાઈ લાધાભાઈ પરમારને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૭,૮૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા.  આડેસર પોલીસે સણવા ગામે ખીમા કોલીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં મહેશભાઈ રામજી કોલી, કાન્તિભાઈ ભીખાભાઈ મકવાણા અને દયારામભાઈ લાખા કોલીની અટક કરી હતી. તેમની પાસેથી રોકડા રૂપિયા ૩૦,૬૦૦ તથા ૧૦ હજારના બે મોબાઈલ કબ્જે કર્યા હતા. 


 

Comments

COMMENT / REPLY FROM