K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે ૩૧૮.૧૩ કરોડના વિકાસ કાર્યો કરાયા

17 August



માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે ૩૨.૭૦ કરોડ અને નારાયણ સરોવર ખાતે ૩૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો કરાયા


ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે.પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ૩૧૮.૧૩ કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામ ખાતે ૪૨.૪૩ કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે ૩૨.૭૦ કરોડ અને નારાયણ સરોવર ખાતે ૩૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કૉરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્‌ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે ૧૫૫ કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ ૨૫ કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે૩૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

 

Comments

COMMENT / REPLY FROM