K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

નિરોણામાં સાદી રેતી ખનીજનું ખનન કરતા બે ડમ્પર અને એસ્કેવેટર મશીન કબજે

12 August






નખત્રાણા : તાલુકાના નિરોણા ગામે ગઈકાલે મોડી રાત્રે ફલાઈંગ સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન બાતમીના આધારે નિરોણા ગામમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખનન કરતા એસ્કેવેટર મશીન અને બે ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા. બન્ને ડમ્પરમાં રેતી ભરેલી હતી. મુદ્દામાલ સીઝ કરીને નિરોણા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. તેમજ સાદી રેતીની ખનીજચોરી બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, નિરોણા વિસ્તારમાં રેતી ચોરીની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કાંકરી, રેતી, ચાઈનાકલે સહિતની કેટલીક લીઝોના એટીઆર બંધ કર્યા બાદ પણ ખનીજ પ્રવૃતિ ચાલુ હોવાની  ફરિયાદો ઉઠયા બાદ ખાણ ખનીજ સ્કવોડે તાજેતરમાં પગલા લઈ ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. આ કામગીરી દરમ્યાન તાજેતરમાં પીપરાપાટી વિસ્તારમાં માથાભારે પિતા - પુત્રએ ખનીજ વિભાગના અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી ડમ્પર છોડાવી ગયા હતા. 

Comments

COMMENT / REPLY FROM