K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ભુજ-આદિપુર-અંજાર-માંડવી-વાગડ પટ્ટામાં દોડધામ

10 August



કચ્છમાં જુગાર કલબો શરૂ કરવા સંચાલકોના હવાતીયાં : અમુક ખાખીની સિન્ડીકેટની હા,પણ ઉચ્ચ અધિકારીઓની ના



ભુજમાં જદુરાના સીમાડામાં તથા પાલારા સામેના વેરાન વગડામાં શરૂ થયેલી કલબો ઠપ્પ થઈ ગઈ, નાગોર રોડ પટ્ટામાં ઈબ્રાહીમની કલબ ગોઠવાતા પહેલા જ પાધરી પડી ગઈ, માંડવીમાં બની બેઠેલા ઝભ્ભાલેંગાવાળાની ૩૬પ દીવસ ચાલતી કલબ પણ નજરે ચડી જતા ખેલીઓ અને કલબ સંચાલકો મુકાયા છે અવઢવમાં : યેનકેન પ્રકારે મસમોટી કલબો ચાલુ કરાવવાની ચાલી રહી છે આંતરીક મથામણો



શ્રાવણની શરૂઆત છતા પણ બાવન પત્તા ટીંચનારાઓ કે પછી ધાણીપાસાના મોટા મોટા ખેલ પાડનારા ખેલીઓને જુગાર કલબો શરૂ ન થતા મજા ન આવતી હોવાનો વર્તારો તો બીજીતરફ જુગાર કલબો ચલાવીને રાતોરાત કરોડો પતિ બની જનારાઓ પણ કલબ શરૂ ન થઈ શકતા મુકાયા છે મુંજવણમાં



પૂર્વ કચ્છમાં ડીએસપી સામર બામમાર કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે,
જુગાર જેવી કોઈ પણ ગોઠવણીઓ કરી તો ખેર નહીં રહે તેમ છતા પણ સિન્ડીકેટ બનાવીને સાહેબોને
ઉંધા ચશ્મા પહેરાવીને કલબ ચાલુ કરવાની ગોઠવણ થઇ રહી છે, પરંતુ વિજિલન્સ આદિપુર સુધી આંટા
મારી ગઈ છે, એટલે એસએમસી-વિજિલન્સ પણ ગમે ત્યારે રેડ કરે તેનો પણ ખૌફ સતાવી જ રહ્યો છે...!




ગાંધીધામ : થોડા સમય પહેલા જ જિલ્લા વડા મથક ભુજની જદુરા સીમ સમીપેની અંજારના કુખ્યાત ચીટ્ટર અબ્બાસ-ભુજના મનીષ- અને રઝાક બુકીની મોટી જુગાર કલબ ધમધમી ઉઠી હતી. જો કે, તેના અહેવાલો ઉજાગર થતા આ કલબને સંકેલી લેવામાં આવી હતી અને થોડા સમય માટે અંજારના વરસમેડી પટ્ટામાં મજુરી લઈ અને શરૂ કરાઈ હતી. જો કે, ત્યા પણ અબ્બાસની કલબ લાંબા સમય ટકવા પામી શકી ન હતી. આ સ્થીતીને જોતા ભુજના જ પુજને પાલારાના વેરાન વગડામાં એક જુગાર કલબને ધમધમાવી દીધી હતી અને તે અંગે પણ વાતો સામે આવી જતા પુજનની કલબને પણ તાણાં જ લાગી જવા પામી ગયા હતા. અબ્બાસ અને મનીષ બાદ પુજનની કલબ પણ નજરે ચડી ગઈ છે ત્યારે તક છે, મોક્કા પર ચોક્કો મારી લઈ તેમ માની અને નાગોર રોડ વિસ્તારમાં ભુજના ઈબ્રાહીમ મુંડીએ જુગાર કલબની ગોઠવણી ગાંધીધામના એક મેડમને સાથે રાખીને કરી હોવાનુ સામે આવ્યુ હતુ પરંતુ એ કલબ પણ મુંડીની ચીટીંગની છબીના લીધે પાધરી જ હોવાથી ચાલુ થતાની સાથે જ અટકી જવા પામી હતી. મજાની વાત તો એ થઈ કે, આ જુગાર કલબોના મોટાભાગના ખેલીઓ માંડવી સમીપે એક વાડીમાં ચાલતી મોટી કલબ તરફ પહોચતા આંતરીક ડખ્ખાઓ કહો કે પછી વાતો લીક થવા પામી જતા ત્યાની ૩૬પ દીવસ ધમધમતીકલબ પર પણ બ્રેક જ આવી જવા પામી ગયો છે. હવે આવામાં એકતરફ પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા પામ્યો છે ત્યારે બીજીતરફ આ સમયે બાવનપત્તા ટીચનારા કહો કે પછી ધાણીપાસાના ખેલ પાડનારાઓ, બધાય કલબો મોટી મોટી બંધ હોવાથી નશીબ અજમાવવા કયા જવુ તે પ્રશ્નને લઈને મુંજાયા છે તો બીજીતરફ મોટી જુગાર કલબના સંચાલકો પણ ભુજ-અંજાર-આદિપુર-માંડવી અને વાગડ પટ્ટા સુધીમાં કેવી રીતે અને કોની ગોઠવણીઓથી આવી મોટી કલબો ફરી શરૂ કરાવી શકાય તેના માટે ભારે દોડધામ કરી રહ્યા હોવાનો વર્તારો સામે આવવા પમાી રહ્યો છે. કહેવાય છે કે, આ સંચાલકો ખાખીની ભ્રષ્ટ સિન્ડીેટની સાથે સેટીગ કરી અને કલબ ચાલુ કરાવવાના આયોજનોને પાર પાડી બેઠાછે પરંતુ અમુક ઉચ્ચ અધિકારીઓ પ્રમાણિક હોવાથી તેઓની હામી મળવા પામતી નથી. આ સ્થિતીએ ખેલીઓ અને સંચાલકો બન્ને ભારે અસમંજસભરી સ્થીતીમાં આવી જવા પામ્યા છે. જો કે, જાણકારો તો એમ કહે છે કે, ખાખીની હવે એક ભ્રષ્ટ સિન્ડીકેટ બની ગઈ છે અને તે ઉચ્ચ અધિકમારીઓને જુગાર કલબો બંધ છે તેવા જ ઉલ્ટા ચશ્મા દેખાડી અને મોટા સેકસન લઈ અને કલબોને શરૂ કરાવવાની ગોઠવણીઓ કરી જ ચૂકયા છે. હવે જોવાનુ રહે છે કે, શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ત્યારે કુખ્યાત સંચાલકો ખાખીની સિન્ડીકેટ સાથે મળીને જુગાર કલબો શરૂ કરાવી જાય છે કે, પછી અમુક કડક અને પ્રમાણિક અધિકારીઓ તેમની વાત પર વળગી રહેશે અને આવી કલબો ચાલુ થવા નહી દે?

 

Comments

COMMENT / REPLY FROM