K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ થઈ પણ સુવિધાઓના નામે મીંડું

19 July



કલાસ રૂમોમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાઈ : બાથરૂમો ગંદકીથી ખદબદે : છતના પોપડા પડે છે છત ઉપર વરસાદનું પાણી ટપકે છતાં ટ્રસ્ટને રીપેર કરવાનું નથી સુજતું સરકાર લાખોની ગ્રાન્ટ આપે છતાં અસુવિધાની ભરમાર


નખત્રાણા : જીએમડીસી આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજની હાલત બદથી પણ બદત્તર હાલતમાં જોવા મળી રહી છે. કોલેજ ખુદ માંદગીના બિછાને હોય એવું દેખાઈ રહ્યું છે. વ્યવસ્થિત સંચાલન ન થતું હોવાની બુમરાડો ઉઠી છે. કોલેજને ધારાસભ્યના પ્રયાસોથી ગ્રાન્ટેડ તો કરી દેવાઇ પરંતુ સુવિધાઓના નામે મીંડું દેખાઈ રહ્યું છે. કોલેજમાં મુતરડિયોની સફાઈ થતી નથી, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. છત ઉપર વરસાદી પાણીથી પોપડા ખવાઈ ગયા છે. છતાં રિપેર થતી નથી. કોલેજના અધ્યયન ખંડોમાં પણ ક્યાંક પંખા ચાલુ તો ક્યાંક બંધ જેવી હાલત જોવા મળી રહી છે. ખુદ પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ પોપડા પડી રહ્યા છે. ચેમ્બર જર્જરીત હાલતમાં છે છતાં પણ ટ્રસ્ટ કેમ રીપેર નહીં કરાવતું હોય શિક્ષણ તંત્ર પણ તપાસ નહિ કરતું હોય કોઈ વરસાદી પાણીના કારણે કોઈ મોટી શાર્ટ સર્કિટ સર્જાય અને અનહોની સર્જાય તો જવાબદાર કોણ વગેરે વેદ્યક સવાલો લોકો કરી રહ્યા છે. કાળજાળ ગરમીમાં વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં શેકાઈ રહ્યા છે પરંતુ પંખા બદલાવાની પણ આળસ ઉડતી નથી તેમજ બગડી ગયેલા પંખા રીપેર શુદ્ધ થતા નથી તેવી ફરિયાદો ઉઠી છે.
ધારાસભ્ય દ્વારા નખત્રણાની આ એકમાત્ર જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટેડ કરવા માટે અથાગ પ્રયાસો કર્યા અને થઈ પણ ગઈ પરંતુ વ્યવસ્થિત સંચાલન ન થતા હાલત ખરાબ થઇ છે. જાળવણી ન થતી હોવાની પણ લોકો ફરિયાદો કરી રહ્યા છે. જર્જરીત ઓરડા, બંધ પડેલા પંખા, દિવાલોમાં તિરાડો છત ઉપરથી ટપકતું પાણી છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં સતાવે છે.  કોલેજના ટ્રસ્ટી લાલજીભાઈ રામાણીને પૂછતાં તેમણે કહ્યું કે ૫ંખા રિપેર કરવા માટે કહી દેવામાં આવ્યું છે મિકેનિક આવશે એટલે રિપેર કરી જશે નવા ૫ંખા પણ મંગાવ્યા છે. એકાદ બે દિવસમાં લગાવી દેવામાં આવશે. આટલી સમસાયા છતાં જવાબદાર ટ્રસ્ટીએ આ સમસ્યાને નોર્મલ ગણાવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ૫ૂછતાં કહ્યુ કે પંખા અને વિવિધ સમસસ્યા તથા રૂમ ઘટ અંગે પણ જવાબદારોનું ધ્યાન દોરાયું છે. સમસ્યા હલ થઈ જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM