K U T C H U D A Y
Trending News

આયંબિલના તપસ્વીઓ માટે ઓળીની તપશ્ચર્યામાં દરરોજ ૬૦૦...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં નર્મદાના નીરથી સિંચાઈ માટે મધ્યપ્રદેશની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે : કુંવરજી બાવળીયા

18 July




સિંચાઈ ક્ષેત્રે મધ્યપ્રદેશનો નવો પ્રયોગ ગુજરાત સરકાર પણ અપનાવશેઃ ગુજરાતના જળ સંસાધન મંત્રીએ મધ્યપ્રદેશના મંત્રી તુલસીરામ સિલાવત સાથે કરી મુલાકાત



ભોપાલઃ ગુજરાતના જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા મધ્યપ્રદેશનાના જળ સંસાધન મંત્રી તુલસીરામ સિલાવતને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. મંત્રીઓએ બંને રાજ્યોની સિંચાઈ ૫રિયોજનાઓ અને પરસ્પર સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ મુલાકાત વેળાએ શ્રી બાવળીયાએ ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં સિંચાઈ માટે નર્મદાના નીરનો ઉપયોગ કરવા મધ્યપ્રદેશની પેટર્ન ઉપયોગી હોવાનું જણાવી આ ટેકનોલોજીનો ઉપયોગ કચ્છના કિસાનોને સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડવામાં કરવામાં આવશે. કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સિંચાઈ ક્ષેત્રે દરરોજ નવા નવા રેકોર્ડ સ્થાપી રહ્યું છે. અહીંના મોહનપુરા કુંડલિયા અને કેન બેટવા લિંક પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સિંચાઈ યોજનાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હું આજે અહીં મોહનપુરા કુંડલિયા પ્રેશરાઇઝ્‌ડ પાઇ૫ માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ અને મધ્ય પ્રદેશની અન્ય પ્રોજેક્ટ્‌સ જોવા આવ્યો છું. મધ્યપ્રદેશમાં સિંચાઈ ક્ષેત્રે થઈ રહેલા નવા પ્રયોગોને ગુજરાત સરકાર પણ અપનાવશે. મંત્રી શ્રી સિલાવતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં સિંચાઈ ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. કેન બેટવા લિંક પ્રોજેક્ટનું ભૂમિ૫ૂજન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મધ્યપ્રદેશ આવવાના છે. આ પ્રોજેક્ટ રાજ્યના બુંદેલખંડ વિસ્તારની તસવીર બદલી નાખશે. મોહનપુરા કુંડલિયા પ્રેશરાઇઝ્‌ડ પાઇપ માઇક્રો ઇરીગેશન પ્રોજેક્ટ એ વિશ્વની અનોખી સિંચાઇ યોજના છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશનો સિંચાઈ વિસ્તાર વધીને અંદાજે ૫૦ લાખ હેક્ટર થઈ ગયો છે. અમારું લક્ષ્ય વર્ષ ૨૦૨૫ સુધીમાં તેને ૬૫ લાખ હેક્ટર અને વર્ષ ૨૮-૨૯ સુધીમાં ૧૦૦ લાખ હેક્ટર સુધી વધારવાનું છે. મંત્રી શ્રી સિલાવતે મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં રાજ્યમાં હાથ ધરાયેલા જલ ગંગા સંવર્ધન અભિયાન અને અન્ય જળ સંરક્ષણ અને પ્રોત્સાહન સંબંધિત કાર્યો વિશે માહિતી આપી હતી અને આ સંદર્ભે એક પુસ્તિકા પણ રજૂ કરી હતી. ગુજરાતના જળ સંસાધન મંત્રીએ શ્રી સિલાવતને સાબરમતી રિવરફ્રન્ટ અને ગુજરાતના અન્ય પ્રોજેક્ટની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું અને ગાંધી આશ્રમની પ્રતિકૃતિ સંભારણું તરીકે અર્પણ કરી હતી. આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજેશ રાજૌરા, મુખ્ય ઇજનેર શ્રી શિરીષ મિશ્રા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

Comments

COMMENT / REPLY FROM