K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

આણંદથી રાપર આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે મધરાત્રે ગમખ્વાર અકસ્માત :બન્ને વાહનના ડ્રાઈવર-ક્લિનરના ઘટના સ્થળે મોત

12 July


રાધનપુર હાઈવે મધરાત્રે મોતની ચિચિયારીઓ ગુંજ્યો : બન્નેનાં ડ્રાઈવર-કંડકટરે જીવ ગુમાવ્યો : ઈજાગ્રસ્ત ૬ મુસાફરને સારવાર માટે ખસેડાયા




રાપર : કચ્છ સમીપે આવેલા રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર આવતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે. જ્યારે બસમાં સવાર ૬ મુસાફરોને ઈજા પહોંચી છે. મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાધન૫ુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે દોઢ વાગ્યે આણંદથી રાપર આવતી એસ.ટી બસ નંબર જી.જે.૧૮ ઝેડ.ટી. ૦રર૧ અને ટ્રક નંબર જી.જે.૧ર.બી.ઝેડ. પ૩૯૪ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામ સામે ધડાકા ભેર થયેલી ટક્કરમાં બસ અને ટ્રકના ડ્રાઈવર-કંડકટરના મોત થયા છે. રાપર એસટી ડેપોની બસ હતી જેના ડ્રાઈવર કનુસિંહ શંકરજી ઠાકોર અને કંડકટર લાલાભાઈ વાહજીભાઈ ઠાકોરનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. જ્યારે ટ્રકના ડ્રાઈવર - કંડકટર પાટણના અમરત રામસંગ બજાણીયા અને નિકુલ ભારુભાઈ ઠાકોરનું મોત થયું છે. જ્યારે બસમાં સવાર મુસાફરો ૫ૈકી ૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. 
એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. તેમજ બન્ને વાહનોને અલગ કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બન્ને અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યાં હતા. બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો. હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM