K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

કચ્છના માઈનીંગ સેકટરમાં ભૂકંપ : ખાણ ખનિજ વિભાગે ૩૩૯ લીઝના એટીઆર કર્યા બંધ

07 July


ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરિટીનું ઈસી રજૂ કરવામાં નિષ્ફળ પૂર્વ અને પશ્ચિમ કચછની માન્ય લીઝના એટીઆર બંધ : પૂર્વ કચ્છની ૧૮૪ અને પશ્ચિમ કચ્છની ૧પપ લીઝ પર ખનન પ્રવૃતિને લાગી રોક : કચ્છી નૂતન વર્ષ પૂર્વે ખાણ ખનિજ વિભાગના આકરા તેવરથી હડકંપ : ખનન સાથે સંકળાયેલા શ્રમજીવીઓ અને વ્યવસાયોને થશે મીઠી અસર : સરકારી પ્રોજેકટ સહિત મોટા પ્રોજેકટોને પણ થશે અસર : રોયલ્ટી બંધ થતાં સરકારી તિજોરીની આવક પણ ઘટશે


ભુજ : પ્રાકૃતિક ખનિજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં આવેલી લીઝ પર ખાણ ખનિજ વિભાગ દ્વારા ભુકંપ જેવા મોટો આચકો આપ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છની ૩૩૯ લીઝ પર ખનન પ્રવૃતિ પર રોક લગાવી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના અભાવે ખાણ ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં માન્ય લીઝ પર આકરાં પગલાં તોળાઈ રહ્યા હતા. નિયમાનુસાર પર્યાવરણીય મંજૂરી ન મેળવનાર લીઝ પર આખરે ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે. છેલ્લા ૩ દિવસ દરમ્યાન પશ્ચિમ કચ્છમાં આવેલી ૧પપ લીઝની એટીઆર બંધ કરી દેવામાં આવતા ખનન પ્રવૃતિ પર રોક લાગી છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ અધિકારી દેવેન્દ્ર બારિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છ જિલ્લામાં માન્ય લીઝધારકોને સરકારશ્રીના નિયમો અનુસાર ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ઈમ્પેક એસેસ્ટમેન્ટ ઓથોરિટી પાસેથી ઈસી મેળવવાની રહે છે. જિલ્લામાં ઈસીના મેળવનાર લીઝધારકોને વારંવારની તાકીદ અને નોટીસ આપ્યા બાદ પણ આ દિશામાં કોઈ કાર્યવાહી ન થતાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિયરીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરે ઈસી રજૂ કરવામાં નિષ્ફળ રહેનાર પશ્ચિમ કચ્છની ૧પપ લીઝના એટીઆર બંધ કરી દેવાયા છે. પૂર્વ કચ્છમાં પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા લીઝના એટીઆર બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી એન.એ. પટેલના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છની ચાઈનાક્લે સહિત ૮૪ જેટલી લીઝના એટીઆર બંધ કરી દેવાયા છે. આ ઉપરાંત બ્લેકટ્રેપ સહિત અન્ય લીઝ પણ બંધ કરી દેવામાં આવશે. પૂર્વ કચ્છની કુલ ૧૮૪ લીઝના એટીઆર બંધ થતાં ખનન પર રોક લાગી છે. કચ્છી નવાવર્ષની પૂર્વ સંધ્યાએ જ ખાણ ખનિજ વિભાગના આકરા તેવરથી જિલ્લાના માઈનીંગ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો છે, જયાં એકતરફ કચ્છની ૩૩૯ જેટલી લીઝ પર ખનન પ્રવૃતિ પર રોક લાગી જતાં આ કામગીરી સાથે જોડાયેલ શ્રમજીવીઓ, ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવરો, મશીન ઓપરેટરોના રોજગાર પણ બંધ થયા છે. ખનન પ્રવૃતિ સાથે સંલગ્ન અન્ય વ્યવસાયોને પણ માઠી અસર થશે તો રોયલ્ટી સ્વરૂપે થતિ આવક અટકી જતાં સરકારી તિજોરીને પણ મોટૂં નુકશાન થશે. 

 

Comments

COMMENT / REPLY FROM