K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

કચ્છની દરેક સંસ્થાઓ કોટી વૃક્ષ અભિયાનમાં જોડાય

03 July



લીંબોડીબિજારોપણ કરી પર્યાવરણનું જતન કરવા બિદડાની સંસ્થાએકર્યોઅનુરોધ


ભુજઃ માનવસેવાનાં વિવિધક્ષેત્રે વિવિધદાતાઓ અને સંસ્થાઓનાં સહયોગથી પ્રકૃતિ અને સમાજનો ઋણ અદા કરવાનાં વિવિધ કાર્યોમાં નમ્ર સેવા આપી રહેલ વિવિધ સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે પણ અનુદાન આપવા નમ્ર પ્રયાસ કરી રહી છે. કારણ કે આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ને જબરી ચિંતા ઊભી થઈ છે. એટલે માનવ સેવાનાં ક્ષેત્રમાં કાર્ય કરતી પ્રત્યેક સંસ્થાઓએ આ કાર્યમાં પોતાનું સહયોગ આપે એ જરૂરી છે. કોટીવૃક્ષ અભિયાન તથા માનવજ્યોત દર વર્ષે આ પ્રયોગ કરે છે. સમગસમાજમાં જાગૃતિ લાવવા શિક્ષણ ક્ષેત્ર ઘણું જ મહત્વનું અંગ છે. ગત વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે અપૂર્વ જાગૃતિ આવવાથી પર્યાવરણ ક્ષેત્રે અદભૂત કાર્યો થયા છે. શાળાઓમાં ઈકો કલબ યોજના દાખલ કરવાથી ગામોનાં સરપંચો અને વાલી મંડળ પણ પર્યાવરણની પ્રવૃત્તિમાં સામેલ થતાં શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યથી સુંદર પ્રેરણા મળી છે, જેથી કચ્છની ઘણી બધી શાળાઓમાં વૃક્ષારોપણ, શાકભાજીનાં માટે જમીન સ્વસ્થ કરી બીજ રોપણ, ગ્રામ સફાઈ, વિગેરે નેત્રદીપક કાર્યો થઈ શકયા છે. કચ્છ જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ વધતાં દર બે-ત્રણ વર્ષે પડતો દુષ્કાળ છેલ્લા આઠવર્ષથી દેખાયો નથી. અને આ વિનાશકારી દુષ્કાળ હંમેશને માટે વિદાય લે એ માટે હજી કચ્છમાં વૃક્ષોનું પ્રમાશ વધા૨વાની સખત જરૂરત છે. સપ્ત ગરમીથી બચવા વૃક્ષારોપણ અત્યંત જરુરી છે. વૃક્ષ ઊછેર કરવો એ નાના બાળકોને ઉછેરવા જેવી વાત છે. વૃક્ષ ઊછેરવા માટે એનું સંરક્ષણ અને માવજતની જરૂરત છે, જે
ખરેખર સહેલુ કામ નથી. કચ્છ જિલ્લામાં કુદરતે ચારે બાજુ ગાંડા બાવળની ચાદર બિછાવી દીધી છે. કુદરતે સર્જેલી સમગ્ર વનસ્પતિ સૃષ્ટિઆપણાં માટે ખૂબજ ઉપયોગી હોય છે. ફક્ત આપણને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ગાંડા બાવળને ગાંડો કરીને વગોવવા કરતા એને ડાહ્યો બનાવીને સમાજ ઉપયોગી બનાવી શકાય છે.સફળસાબીત થયેલા પ્રયોગો ઉપરથી જાણી શકાયું છે કે, ગાંડા બાવળની વચ્ચો વચ્ચ બે-ચાર લીંબોડી અથવા અન્ય વૃક્ષોનાં બીજવાવી દેવાથીએ પોતાની મેળે ઊગી નીકળે છે. એ બીજને ગાંડા બાવાળમાંથી ભેજ અને રક્ષણ મળવાથી આપણને કોઈ બીજી મહેનત કરવી પડતી નથી. કચ્છ જિલ્લાનું શિક્ષણખાનું પર્યાવરણ ક્ષેત્રે હંમેશા આગળ પડતું ભાગ ભજવી રહેલ છે. કચ્છની દરેક શાળાઓ પણ આ કાર્યમાં જોડાઈ રહેલ છે. આ કાર્ય માટે ગામે ગામ મોટા પ્રમાણમાં લીંબોડીઓની જરૂરત રહે છે. કચ્છની બધી શાળાઓમાં લીંબોડી એકઠી ક૨વાનું કાર્ય થાય તો આ કાર્ય સમગ્ર કચ્છમાં સરી જાય. દરેક શાળાઓ પોતાના ગામના એક કિલોમીટર સુધી ગાંડા બાવળો વચ્ચે લીંબોડી છંટાવે. કચ્છમાં આપણેસૌ સાથે મળી પર્યાવરણ બચાવ સાથે વૃક્ષ ઉછેરનું કાર્ય આગળ ધપાવી શકીએ. લીંમડાનાં વૃક્ષો ઉપરથી ખરતી લીંબોડીઓ એકઠી કરી લઈએ. તેને સૂકવી નાખીએ. સૂકી ગયેલી લીંબોડી બીજ ગાંડા બાવળો વચ્ચે છાંટી દઈએ. આપણાં ગામની માત્ર એક કિલોમીટર સુધીનાં વિસ્તારમાં જયાં જયાં ગાંડા બાવળો ઉગેલા છે. તેની બરોબર વચ્ચે આ
લીંબોડી બીજ છાંટી દઈએ. પરિણામ એક-બે વર્ષ પછી દેખાશે. ગાંડા બાવળોની વચ્ચે લીંબડાનાં ઝાડ ઉગેલા દેખાશે. આ ઉગી નીકળેલા લીમડાનાં ઝાડને આ ગાંડા બાવળ રૂપી ીગાર્ડનું સુરક્ષા કવચ મળેછે. ગાંડા બાવળોની વચ્ચે ઉછરી રહેલા વૃક્ષોને પશુઓ ખાશે નહીં. અને લીંમડાનાં વૃક્ષો મોટા થતાં જશે. લીમડાનાં વૃક્ષને ઉછેરવા માટેબહુ માવજતની જરૂર નથી. ટૂંકમાં ગાંડા બાવળોનાં વૃક્ષો વચ્ચે વધુને વધુ લીંબોડીઓ છાંટીએ જેથી વધુને વધુ લીંમડાનાં વૃક્ષો ઉગી નીકળશે. આ કાર્યમાં કચ્છની દરેક સંસ્થાઓ જોડાય તેવી “કોટી વૃક્ષ અભિયાન” બિદડા સંસ્થાના એલ.ડી. શાહદ્વારા અપીલ કરાઇ છે.

Comments

COMMENT / REPLY FROM