કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના ૩ કન્ટેઈનર ઝપ્ટે ચડયા : ૩ શખ્સોની પણ અટક કરાયાની ચર્ચા..!
કસ્ટમના સ્થાનીકના જવાબદારોની બલિહારી.? પલ્ટી પ્રથાનો સડ્ડો હજુ’ય યથાવત
સોપારી દાણચોરો માજા મુકી રહ્યા છે : મુંદરા એકસપોર્ટ દેખાડીને માર્ગમાં જ સોપારીનો જથ્થો પલટી મારવાના કારસા પર અમદાવાદ સ્થિત ડીઆરઆઈએ પાણી ફેરવી દીધુ : કાસેઝમાં દિલ્હીના બહુચર્ચિત શખ્સની પેઢી પર છાપામારી
બે રોજ પહેલા રાત્રીના સમયે ચોકકસ બાતમીના આધારે અમદાવાદ DRI એ ચોકકસ કન્ટેઈનરને વોચમાં રાખી આકસ્મિક તપાસણી કરતા ભાંડો ફુટયો
ખાટલે મોટી ખોટ : અમદાવાદ ડીઆરઆઈ જો ત્રાટકી શકતી હોય તો ગાંધીધામ ડીઆરઆઈ તથા કાસેજ કસ્ટમ સહિતના જવાબદારો શું કરી રહ્યા હતા? કાસેઝ પ્રશાસન આ બાબતે કેમ ન થાય કડક? કાસેઝ કસ્ટમ ડીસીશ્રી પણ સમગ્ર પ્રકરણ બાબતે શા માટે રહી ગયા અંધારામાં? : આ તો પકડાઈ ગયા તે કન્ટેઈનર છે, પરંતુ જે નીકળી ગયા હશે તેવા કન્ટેઈનરો કેટલા હશે?
આ એ જ કંપની છે કે, જેમાં થોડા સમય પહેલા વિકરાળ-ભયાવહ આગ લાગી હતી અને તે વખતે પણ આગ કયા કારણોસર લાગી છે, તે સહિતના સવાલો રહી ગયા હતા અકબંધ : અને હકીકતમાં આ કંપનીમાં પડેલ દાણચોરી યુકત કરોડોની સોપારીનો જથ્થો જ નષ્ટ કરવાની પેરવી હોવાની થઈ હતી ચર્ચા..!
ગાંધીધામ : કચ્છમાં પાછલા કેટલાક સમયથી સોપારી દાણચોરી કરનારા ભેજાયુકત તત્વો એક મુકીને બીજો અને બીજો મુકીને ત્રીજો નીતનવો કીમીયો અજમાવી અને સ્મગલીગને ધમધમાવતા હોય તેવા કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ વધુ એક વખત આવા જ સોપારી દાણચોરી કરવાના કારસ્તાનને અમદાવાદની ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની ટુકડીએ ખુલ્લો પાડી દીધો હોવાની માહીતીઓ સામે આવવા પામી રહી છે.
આ અંગે મળતી વધુ વિગતો અનુસાર કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી મુંદરા પોર્ટ મારફતે એકસપોર્ટ કરવા રવાના કરાઈ હોવાનુ દેખાડી અને તેને માર્ગમાં વચ્ચે કયાંક પલટી મારી દેવાઈ, ખાલી કરી દેવાઈ અને તેમાં અન્ય વસ્તુઓ ભરી દઈ અને મોંઘી ડયુટીવાળી સોપારીને સ્થાનિક બજારમાં ઠાલવી દઈ કરોડોની ડયુટીનો ગેરલાભ ઉઠાવી લેવાનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતેની ગોઠવણીની તમામ માહીતીઓ અમદાવાદ ડીઆરઆઈ પાસે પહોચી જતા કાસેજની સંબધિત પેઢી-કંપનીમાથી નીકળેલા એ કન્ટેઈનરોને વોચમા રાખી અને તેના પર બરાબરની નજર રાખીને અજેન્સીએ અટકાવતા અને તેની તપાસણીઓ કરતા સોપારી એકસપોર્ટ કરવાના બદલે પલટી મારવાના કારનામાનો પદાર્ફાશ થવાપામ્યો છે. બુધવારની રાત્રીના અમદાવાદ ડીઆરઆઈ દ્વારા આ કન્ટેઈનરોને અટકાવી અને તેને ગુરૂવારે બપોરના કાસેજમાં લાવી તેની નિયમ અનુસારની તપાસણીઓ હાથ ધરવામા આવી હતી. કાસેજની જે પેઢીએ આ કન્ટેઈનરો લોડ કર્યા હતા તેમાં બીલ ઓફ એન્ટ્રીમાં સોપારી દેખાડાયેલી હતી પરંતુ જયારે ગઈકાલે એજન્સીએ કન્ટેઈનરો ખોલાવ્યા તો તેમાથી માટી જ બહાર નીકળી આવી હતી અને તેના પરથી જ આ સોપારીને એકસપોર્ટનુ દેખાડી, માર્ગમાં પલટી મારી, ડયુટી ચોરી કરવાના કારસાનો પર્દાફાશ થવા પામી ગયો હતો. અમદાવાદ ડીઆરઆઈએ સ્થાનિક ડીઆરઆઈને સાથે રાખીને આ તમામ કામગીરી કરી હોવાનુ મનાય છે. ગત સાંજે આ પ્રકરણમાં ત્રણ કન્ટેઈનર ઉપરાંત ત્રણ સ્થાનીક શખ્સોની પણ એજન્સીએ અટક કરી લીધી હોવાનુ પણ બિનસત્તાવાર રીતે સામે આવવા પામી રહ્યું છે. જો કે, ડીઆરઆઈ અને ઝોન પ્રશાસન હાલમાં આ તપાસ-કાર્યવાહી બાબતે મગનું નામ મરી પાડવાનુ ટાળી જ રહ્યા છે.
.........
કાસેઝની આ કંપની અગાઉ બોન્ડ ટુ બોન્ડના દિલ્હીના
મોટા સોપારી કૌભાંડમાં રહી ચૂકી છે ચકચારી..!
ગાંધીધામ : અમદાવાદ ડીઆરઆઈ દ્વારા ઝોનની જે પેઢી પર તવાઈ બોલાવી અને અહીથી સોપારી દાણચોરીના કૌભાંડને અટકાવી દીધુ છે તે પેઢી જાણકારોના મતે અગાઉ પણ કાસેઝથી બોન્ડ ટુ બોન્ડ સોપારીના થોકબંધ કન્ટેઈનરો રવાના કરી અને દિલ્હી બોન્ડ જયાના હતા ત્યાના બદલે બાજુના કેાઈ ખાનગી ગોડાઉનમાં દિલ્હીમાં ડમ્પ કરી દેવા સબબના કરોડોના કૌભાંડમાં પણ ભારે ચકચારી રહેવા પામી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે.
......’
ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે..ઃ બીલ ઓફ એન્ટ્રીમાં
સોપારી દેખાડી, કાલે કન્ટેઈનર ખુલ્યા તો નીકળી માટી..!
ગાંધીધામ : મિસડીકલેરેશન કારો કચ્છમાં માજા મુકીને બેઠા હોય તેવી ગંભીર ઘટનાઓ એક પછી એક સતત સામે આવવા પામી રહી છે. કાસેજમાં પણ બે રોજ પહેલાથી અમદાવાદ ડીઆરઆઈની છાપામારી વાળા કન્ટેઈનરોમાં પણ ભારે ગોલમાલ સામે આવવા પામી છે. આ ચોકકસ કન્ટેઈનરમાં બીલ ઓફ એન્ટ્રીમાં સોપારી ડીકલેર કરેલી હતી પરંતુ એજન્સઓ વોચ રાખી અને નિયમ આધારે કન્ટેનર ખોલાવ્યા તો તેમાથી માટી જ નીકળી હોવાનુ સામે આવવા પામ્યુ છે.
.........
શિવા સહિત કોની કોની કરાઈ અટક?
ગાંધીધામ : ઝોનમાં અમદાવાદની એજન્સી ત્રાટકી અને સોપારીની દાણચોરીના કારસાનો પર્દાફાશ કરી દીધો હોવાનુ મનાય છે ત્યારે દિલ્હી સ્થિતી આ પેઢીના માલીક દ્વારા જે શખ્સને ઠેકો અપાયો હતો તેવા ઠેકેદાર શિવા ઉપરાંત આ વેરહાઉસના સુપરવાઇજર અને સિકયુરીટી ગાર્ડની અટક પ્રાથમિક ધોરણે એજન્સીએ કરી લીધી હોવાનુ સામે આવી રહ્યું છે.
........
એજન્સીઓ કરે તપાસ, પલટી કયાં મારી?
ખાનગી ગોડાઉન-વાડી કોની માલીકીના છે..?
ગાંધીધામ : કાસેજમાથી એકસપોર્ટના નામે સોપારીને મુંદરા પહોચાડતા પહેલા જ માર્ગમાં પલટી મરાવી દેવાઈ હોવાની વાત ચર્ચાય છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અહી સવાલ એ થાય છે કે, એજન્સીઓએ તપાસ કરવાની જરૂર છે ક, આ પ્રકારને પલટી મારવામાં કયા અવી છે? કોના ખાનગી ગોડાઉનમાં આ રીતે માલ પલટી મારી દેવાયો છે? ત્યા સુધી તપાસ લંબાવી જોઈએ.
........
ડ્રગ્સ પણ આ રીતે નહી ઠલવાય તેની શું ખાત્રી?
પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ગંભીર બને :
સોપારીના બદલે વિસ્ફોટક-RDX ઠલવાઈ શકે!
ગાંધીધામ : કાસેઝમાં એકસપોર્ટ કરવાનુ કહી અને રસ્તામાં પલટી મરી તેમાં માટી ભરી દેવામા આવી એટલે સોપારીનો જથ્થો સગેવગે કરવાનો કારસો અહી દેખાઈ રહ્યો છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો સોપારીને આ રીતે બહાર કાઢી અને તેને ગમે ત્યા ખાનગી ગોડાઉનોમાં એકસપોર્ટના નામે ઠાલવી શકાતી હોય તો પછી બીજી કઈ વસ્તુઓ અહી નહી ઉતરતી હોય.! આરડીએકસ-વિસ્ફોટકનો જથ્થો કે પછી ડ્રગ્સ પણ આ રીતે નહી ઠલવાઈ જતુ હોય તેની શું ખાત્રી? ખરેખર આ બાબતે પૂર્વ કચ્છ એસપીશ્રીએ પણ ગંભીરતા દાખવવાની જરૂર છે.
........
Comments