K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય આશાસ્પદ યુવકનું મોત 

25 June



પિતા વિહોણા યુવક પર હતી આખા ઘરની જવાબદારી : કેન્સરગ્રસ્ત માતા અને ભાઈ-બહેન પર આભ તુટી પડ્યું 


રાપર નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના પાપે શહેરમાં નિર્દોષ લોકોના મોત થવા છતા પેટનું પાણી હલતું નથી : શહેરમાં બેફામ પણે જાહેરમાં ઘાસચારો વેચાય છે, નવા ઢોર રાખવા સંસ્થાનો નનૈયો અને પોતાના ઢોર શહેરમાં છુટથી ફરે છે : યુવાનના મોત સંદર્ભે બેદરકારી સબબ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનાઓ સામે થવી જોઈએ કાર્યવાહી 



રાપર : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવામાં લાજ કાઢવામાં આવી રહી છે ત્યારે રખડતા ઢોરની હડફેટે વધુ એક યુવાનનું મોત થયું છે. ગત રાત્રે શહેરની એચપી ગેસ એજન્સીમાં નોકરી કરતા અને હેલીપેડ નજીક રહેતા રપ વર્ષિય જીગર ખેંગારભાઈ ભરવાડ પોતાના ઘરે જતા હતા ત્યારે બે આંખલાઓની લડાઈમાં જીગરની બાઈક સાથે ભટકાતા હડફેટમાં લઈ આખલાએ ૫ેટના ભાગે શિંગડાં ભરાવી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને આસપાસના લોકો દ્વારા એમ્બ્યુલન્સ મારફતે રાપર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ભુજની કે.કે.હોસ્િ૫ટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. મરણ જનારના પિતા નથી. માને કેન્સર છે એક ભાઈ અને બહેન છે એટલે ઘરની તમામ જવાબદારી મરણ જનાર પર હતી. યુવકના નિધનથી ૫રિવાર પર આભ તૂટી પડયું હતું. રાપર શહેરમાં અવારનવાર આખલાની લડાઇમાં નિર્દોષ લોકોના મોત થાય છે. દોઢ મહિના અગાઉ અયોધ્યા૫ૂરીમાં નિવૃત્તિ જીવન ગુજારતા કરશનભાઈ માલીનું મોત થયું હતું અને અગાઉ પણ ૭ જેટલા લોકોના મોત થયા છે અને અનેક ધાયલ થયા છે તો નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા રાપર શહેરમાં ઢોર નિભાવી રહેલ એક સંસ્થાના છે. ચરિયાણ માટે જતાં ઢોરો ગામમાં આવી જાય છે. ગામડામાંથી ઢોર મુકવા માટે આવે છે ત્યારે આ સંસ્થા ઢોર રાખવાનો નનૈયો ભણી દે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઢોર મુકવા માટે આવતા ખેડૂતો અને પશુપાલકો રાપરના ૫ાદરમાં કે આ સંસ્થા પાસે મુકી જતાં રહે છે એ યાદ રાખવું જરૂરી છે હાલ તો કેન્સરગ્રસ્ત માતા, એક બહેન અને ભાઈનો જીવન નિર્વાહ કરતાં યુવાનના મોતથી ૫રિવાર નોંધારો થઈ ગયો છે. ઉ૫રાંત રાપરમાં શાળા અને મંદિર નજીક ઘાસચારો વેચાણ થઈ રહ્યો છે નગરપાલિકા કલેકટરના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે ઘાસચારો વેચાણ કરતા લોકોેને શહેરની બહાર તેમજ શાળા મંદિર પાસે વેચાણ ના હોવુ જોઈએ તેવું જાહેરનામું કલેકટરે પ્રસિધ્ધ કર્યું છે પરંતુ રાપર શહેરમાં નગરપાલિકાના ચાર હાથ વચ્ચે શાળા તથા મંદિર, હોસ્પિટલ નજીક જ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આથમણા નાકા પાસે આવેલ શાળા, હોસ્પિટલ, મંદિર અને મસ્જિદ પાસે લગભગ ૪૦૦થી પ૦૦ રખડતા ઢોરો અને આખલા દિવસભર જોવા મળે છે. શાળા દરમિયાન કોઈ વિધાર્થીઓ કે વડિલો હડફેટે આવશે તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચાનો વિષય છે. એટલે નગરપાલિકા દ્વારા ઘાસચારો શહેરમાં વેચાણ કરતા વેપારીઓ સામે પ્રતિબંધ મુકવો જોઈએ તેવી માંગ ઉઠી છે. રાપર પોલીસે ડોક્ટરની જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM