કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગેટ ?
બિનવારસુ ડ્રગ્સના પેકેટસ ઝડપાતી વેળાએ સુચક સવાલ
પાછલા એક પખવાડીયામાં ડ્રગ્સના રપ૦ જેટલા પેકેટસ થયા બરામદ : આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રપ૦ કરોડની કિમંતના બિનવારસુ પેકેટસ મુકી જાય છે કોણ? : કેમ ત્યા સુધી એક પણ એજન્સી પહોચી શકતી નથી?
કચ્છમાં પાછલા એક જ પખવાડીયામાં ૭૦ કરોડથી વધુનું બિનવારસુ ડ્રગ્સ-ચરસ મળવા પામ્યુ છે, તે પહેલા ૧૩૦ કરોડનું કોકેઈન ખારીરોહર આસપાસથી બિનવારસુ પકડાયુ : બહારની એજન્સીઓ ત્રાટકી જાય છે, એટીએસ કેસો કરી રહી છે, ત્યારે સ્થાનિક એજન્સીઓ સફાઈ જાગીને આબરૂ સાચવાવના ખેલ તો નથી પાડી રહી ને? કારણ કે, બિનવારસુ ચરસના પેકેટસ મળવા સર્જી જાય છે અનેક સવાલો
માંડવીથી ઝડપાયેલા અલી અસગરથી એજન્સીઓ કેમ ન ઓકાવે! ડ્રગ્સ રેકેટમાં કચ્છ-ગુજરાતના જ દરીયાકિનારાનો કેમ ઉપયોગ ?
હૈદર જેવાઓના પણ સાત દીવસના રીમાન્ડ પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ જ મોટા ખુલાસા ન થવા સર્જી જાય છે અનેક તર્કવિતર્કો
આ ડ્રગ્સ દરિયામાં ઉગતુ નથી આ ડ્રગ્સ દરિયામાં ઠાલવવામાં
આવી રહયું છે તો આની પાછળ છે કોણ ? કચ્છમાં આટલી બધી
એજન્સીઓ છે તે શું મંજીરા વગાડે છે ? તો જાગો -
ચીંતા કરો આ યુવાનોનું સત્યાનાસ કરવા માંગે છે
ગાંધીધામ : દેશનો દરિયા કિનારો ૭૫૧૭ કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે ૧૬૪૦ કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર ૧૪૪થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર
પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં સ્ડ્ઢ ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે.હાલમાં જ એજન્સીને કચ્છના માંડવીમાથી દેશનો સૌથી મોટો ડ્રગ્સ પેડલર હૈદર મળી જવા પામ્યો છે અને તેની ધરપકડ પણ કરી લેવાઈ હતી. તેના સાત દીવસનારીમાન્ડ પણ મંજુર કરાયા હતા. આ હૈદરના જો કડક પુછાણા લેવાયા હોત તો કચ્છ ઉપરાંત ઠેરઠેર હૈદરના આક્કાઓ-સાગરીતો સલગ્ન મોટા ખુલાસા થવા પામી ગયા હતા પરંતુ આવા કોઈ જ મોટા ખુલાસા તેની અટક બાદ સામે આવ્યા નથી. એક તરફ દેશ ભરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ રાજ્યમાં અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે ત્યારે રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે તાજેતરમાં અરબી સમુદ્રમાં સળંગ ત્રીજા દિવસે ૬૦ કરોડની કિંમતનું ૧૭૩ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે પોરબંદર નજીક દરિયા કિનારેથી કોસ્ટગાર્ડ, દ્ગઝ્રમ્ અને છ્જીને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો ૬૦૦ કરોડનું ૮૬ કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે.આ ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી ર્જીંય્એ ૮૬ હજારની કિંમતના સ્ડ્ઢ ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી છે. તો ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ગુજરાત છ્જી અને દ્ગઝ્રમ્એ ઝડપી પાડી છે. આ વાત તો ફક્ત બે દિવસની કરી છે પરંતુ છેલ્લા બે વર્ષનો ડ્રગ્સ પકડવાનો આંકડો જોઈએ તો અંચબિત થઈ જવાય તેમ છે.ગુજરાતમાં કેટલું ડ્રગ્સ આવ્યું? ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૫ હજાર ૩૮૮ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૧૨ કેસ નોંધાયા હતા, જેમાં દ્વારકામાંથી બે વર્ષમાં ૧ લાખ ૭૬ હજારનું સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું તો વડોદરામાં ૫૬ લાખ ૩૨ હજારનું સ્ડ્ઢ ડ્રગ્સ જપ્ત કરાયો છે. વડોદરા ગ્રામ્યમાંથી ૨૫ લાખ ૩૭ હજારથી વધુનું સ્ડ્ઢ ડ્રગ્સ જપ્ત કરાયો છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં મુન્દ્રાપોર્ટ પરથી ૨૯૮૮ કિલો હેરોઇન જપ્ત કરાયું છે. ૨૯૮૮ કિલો હેરોઇનની બજાર કિમંત ૨૧ હજાર કરોડ હતી. આંકડાઓની ચકાસણી કરવામા આવશે અને તેની મુલવણી થશે તો પણ ખબર પડશે કે ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં દરીયાઈ વિસ્તારોમાં જે મોટા પ્રમાણમં ડ્રગ્સ પકડાયો છે તેમાં મોાટ ભાગે એટીએસને જ બાતમીઓ મળતી રહી છે. તો પછી દરીયાઈ ક્ષેત્રમાં તૈનાત અન્ય એજન્સીઓ કેમ સુસ્ત છે? તે પણ અહી સવાલ બની રહયો છે. હાલમાં જે કાર્યવાહી થઈ છે તે એનસીબી અને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે, બાકી એજન્સીઓના અહંમના ટકરાવનો ગેરલાભ પણ અમુક ડ્રગ્સ પેડલર અથવા તો સોર્સ ઉઠાવી જતા હોય તેમ પણ બની શકે છે. મુખ્યત્વે એનસીબી, એટીએસ અને કોસ્ટગાડ જેવી એજન્સીઓ ડ્રગ્સ પકડી રહી છે. ઈરાન-પાકીસ્તાન અને અફઘાનિસ્તાનની ડ્રગ્સની હેરફેરમાં મોટી ભુમિકા હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી મ્યાનમાર, થાઈલેન્ડ, લઆખોસ જેવા દેશોમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો છે. જો કે અહીં નોંધવુ ઘટે કે, સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે. જે હાલમાં પણ બિનવારસુ ડ્રગ્સના પેકેટસ મળવાનો મોટો સિલસિલો સામે આવવા પામી જ રહ્યો છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, ક્ચ્છનો જ દરીયો કેમ સોફટતાર્ગેટ બની રહ્યો છે નશાના કારોબારની હેરફેર માટે.
..........
કચ્છમાંં કોકેઈન પકડાય છે, રેવ પાર્ટીઓ નહીં.?
કોકેનઈ ખુબજ મોંઘુ ડ્રગ્સ મનાય છે, પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે : કચ્છમાં આવું મોંઘું ડ્રગ્સ લઈને પાર્ટી કરનારા લોકો કોણ છે, કેમ પોલીસ શોધી શકતી નથી
ગાંધીધામ : ગુજરાત પોલીસે કચ્છમાંથી હમણાં પાછું ૧૩૦ કરોડનું કોકેઈન પકડયું. ઝાડીઓમાં છૂપાયેલા આ ૧૩ પેકેટ કોકેઈનનો માલિક કોણ તેની તપાસ ચાલી રહી છે પણ આટલા મોટા પ્રમાણમાં કોકેઈન કોના માટે આવે છે એ મુદ્દો પાછો ચર્ચામાં છે. કચ્છમાંથી છેલ્લા નવ મહિનામાં લગભગ હજાર કરોડ રૂપિયાનું કોકેઈન પકડાયું છે. તેમાંથી ૮૦૦ કરોડનું ૮૦ કિલો કોકેઈન તો ૨૦૨૩ના સપ્ટેબરમાં મીઠીરોહર પાસેથી જ ઝડપાયેલું. કોકેઈન પાર્ટી ડ્રગ્સ મનાય છે અને બહુ મોંઘું પણ છે. લોકોમાં ચર્ચા છે કે, ગુજરાતમાં કે કચ્છમાં આવું મોંઘું ડ્રગ્સ લઈને પાર્ટી કરનારા લોકો કોણ છે એ તો કમ સે કમ પોલીસે શોધવું જ જોઈએ પણ હજુ સુધી કચ્છમાં પોલીસ આવી કોઈ રેવ પાર્ટી પકડી શકી નથી.
......
ગોલ્ડન ક્રેસન્ટ શું છે?
ગાંધીધામ : ગોલ્ડન ક્રેસન્ટ એટલે સોનેરી અર્ધચંદ્ર.
પાકિસ્તાન, અફઘાનિસ્તા અને ઇરાન આ ૩ દેશોમાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. આ ભાન નકશા પર મળીને એક આકૃતિ તૈયાર કરે છે. આ આકૃતિ અર્ધ ચંદ્ર જેવી થાય છે તેથી ગોલ્ડન ક્રેસન્ટ કહેવાય. ક્રેસન્ટ પહેલા આ ઇજારો ગોલ્ડન ટ્રાયેન્ગલ પાસે હતો. ભારતના પૂર્વોત્તરમાં મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ મળીને બનાવે છે. દુનિયાભર માટે હેરોઇન અહીં બને છે. ગોલ્ડન ક્રેસન્ટમાં બનતા ડ્રગ્સની ટ્રાન્સપોર્ટની જવાબદારી
પાકિસ્તાન-ઇરાનની છે.
.........
કચ્છ કાંઠે બધુ બરાબર નથી..!
કરોડોના હેરોઈન-ડ્રગ્સ બાદ ઘુસપેઠીયો પણ પકડાયો : પ્રબુડી કાંઠે શંકાસ્પદ શેલ મળી આવ્યો
ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલ કચ્છ જિલ્લાની દરીયાઈ કાંઠાળ નીર્જન વિસ્તાર અને સરહદમાં બધુ જ બરાબર ન હોય તેવો ચિત્તાર સામે આવી રહ્ય છે. એજન્સીઓની સતર્કતા સાથે પાછલા એક પખવાડીયામાં અહીથી રપ૦ કરોડની કિમંત ધરાવતો હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો બરામદ થવા પામી ગયો છે તો વળી ગઈકાલે કાંટાળી વાડ ફેન્સીંગ આસપાસમાં પાકીસ્તાની ઘુસપેઠીયો મળી આવવા પામ્યો છે. તો વળી ઘ્રબુડીના દરીયા કિનારા પાસે એક દિશાસુચક સેલ પણ મળી આવ્યો છે. કચ્છ કાંઠે એજન્સીઓએ ગાફેલ ન રહે અને આવા કડીબદ્ધ બની રહેલા ઘટનાક્રમોની જીણવટભરી તપાસ કરે તે જરૂરી બની રહ્યું છે.
..........
સરહદી છેવાડાનો વિસ્તાર ઈન્ચાર્જ એસપીના હવાલો.!
ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ, હવે પશ્ચીમ કચ્છમાં એસપીની ઝડપથી નિયુકિત થવી જરૂરી : સ્થાનિક રાજકીય આગેવાનો પણ આ બાબતે કસે કમર
ગાંધીધામ : કચ્છ દેશનો સૌથી મોટો ભૌગોલીક વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. અહી પોલીસને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચીમ વિસ્તારમાં એક મહત્વપૂૃણ બંદર ઉપરાંત વિશાળ સરહદ આવેલી છે. આ ભુમી-જળ અને વાયુ સરહદ નાપાક મુલકને અડીને આવેલો વિસ્તાર છે. અતિ સંવેદનશીલ એવા આ વિસ્તાર હાલમાં પોલીસતંત્રની વાત કરીએ તો ઈન્ચાર્જ એસપીના હવાલો ચાલી રહ્યો છે. હવે જયારે પશ્ચીમ ક્ષેત્રમાં ઠેર ઠેર ચરસ ઝડપાવવો, ઘુસણખોર પકડાવવો તથા સેલ મળી આવવાની ઘટનાઓ બની રહી છે તેને સુચક માનવી જોઈએ અને આવા વિસ્તારમાં વેળાસર જ નિયમિત એસપીની નિમણુક આપવામાં આવે તે સમયનો તકાજો બની રહ્યો છે.
........
એજન્સીઓને ડ્રગ્સ બિનવારસુ મળે છે, તો સિવિલિયનના
હાથે આ માદક પદાર્થો નહી લાગ્યા હોય તેની શું ખાત્રી?
ગાંધીધામ : કચ્છના દરીયાઈ વીસ્તારમાથી સતત પાછલા આઠ દીવસથી અલગ અલગ છેવડાના દરીયાઈ વિસ્તારમાથી તપાઈ આવેલા ડ્રગ્સના પેકેટસ મળવા પામી રહ્યા છે. એકને મુકીને બીજી એજન્સીઓ પોતપોતાના વિસ્તારોમાં આવા ડ્રગ્સના પેકેટસ પકડી રહી છે. આવામાં હવે સવાલ એ થાય છે કે, જો એજન્સીઓને પાછલા આઠ દીવસથી અહી બિનવારસુ અવસ્થામાં અ..ધ...ધ.. કરોડોની કિમતના ડ્રગ્સ હાથે લાગી રહ્યા છે તો પછી દરીયાઈ કિનારે સિવિલયન લોકોના હથ્થે આવા પેકેટસ નહી ચડી ગયા હોય તેની શું ખાત્રી? કચ્છની સરહદ ભુગોળની રીતે પણ ખુબજ વિશાળ છે. દરીયાઈ વિસ્તારમાં ચપ્પેચપ્પામાં પેટ્રોલીંગ કરી લેવુ તે સંભવ બની શકે તેમ નથી. આઠ દીવસમાં ૩૦૦ કરોડથી વધુનો બિનવારસુ ડ્રગ્સ મળ્યો છે, કોણ લાવે છે, કેવી રીતે મુકી જાય છે, કેમ તણાઈ આવે છે? સહિતના પ્રશ્નો હજુય નિરૂત્તર જ રહ્યા છે, ત્યારે આ બાબતે પણ ગંભીરતાથી વિચાર કરવો જ ઘટે.
............
Comments