K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા : ૧.૩ર લાખનો હાથફેરો 

20 June



રાતના અઢીથી સાડા ત્રણ વાગ્યા દરમિયાન અપાયો અંજામ : કબાટમાંથી દાગીનાની કરાઈ ચોરી 



મુન્દ્રા : ભુજમાં હરીપર પોલીસ લાઈનમાં થયેલી ચોરીમાં આરોપીઓ પકડાયા નથી. અબડાસાના વાયોરમાં સિમેન્ટ કંપનીની લેબર કોલોનીમાં થયેલી ચોરીમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી નથી. નાના-મોટા ચોરીના બનાવો સામે આવતા રહે છે ત્યારે હવે મુન્દ્રાની રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ૧.૩ર લાખનો હાથ ફેરો કરી ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગાંધીધામના હાલે મુન્દ્રામાં રહેતા અને કન્ટેઈનરમાં કામ કરતા કાંતિલાલ ખીમજીભાઈ ગરવાએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે, રાત્રિના અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ફરિયાદીના ઘરનો દરવાજો તોડી, કબાટ તોડી તેમાં રાખેલા સોનાના ત્રણ લોકેટ, ચેઈન, વીંટી, કાનના બુટીયા મળી ૧,૧૭,પ૦૦ના દાગીના અને ૧પ હજાર રોકડ મળી કુલ ૧,૩ર,પ૦૦ની ચોરી કરી હતી. જે અંગે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દરમિયાન ભુજ તાલુકાના કેરા ગામે ખોજા ફળિયામાં રહેતા તનવીર અનવર હુશેન સમાએ પોતાના ઘર પાસે રાખેલ બાઈક નં.જીજે૧ર-ડીપી-૪ર૦૩ ની ચોરી થતા માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો, જ્યારે આદિપુરમાં કોલેજ પાસેથી આંધ્રપ્રદેશના વિદ્યાર્થી ભાનુચંદ્ર કોરલીય ગંડુપાલીની એક્સેસ નં.જીજે૩૯-એ-રપ૬૬ ની ચોરી થઈ હતી. આ તરફ લખપત તાલુકાના જુણાચાય ગામે આઈનોક્સ કંપનીની પવનચક્કીમાંથી ર૦ જાન્યુઆરીના ૪૯ હજારનો કેબલ વાયર ચોરાઈ ગયો હતો જે અંગે હવે ફરિયાદ દાખલ થઈ છે. 

 

Comments

COMMENT / REPLY FROM