મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી કરે સામુહિક સાફસફાઈ : સ્પીડમનીનો સડ્ડો અટકાવો!
બેઝઓઈલ - એમએચઓ - ટીશ્યુ પેપર - હવે ઝાડુની આડમાં સ્મગલીંગ
રપ ટન સવા બે કરોડની દાણચોરીયુકત સોપારી ઝ૯પાતી વેળાએ સુચક ઈશારો : આ તો એસઆઈઆઈબી વિંગે સોપારી ઝડપી લીધી, જે નીકળી ગઈ હશે તેનો આંક કેટલો હશે? સોપારી દાણચોરી પાછલા અમુક સમયથી બની છે બેફામ
ખાટલે મોટી ખોટ : ઈન્ડોનેશીયાથી સોપારી મંગાવાઈ છે તેમાં સીએચએ તરીકે કોણ હતુ? સીએચએની ભુમિકાઓ પણ ચકાસવી ઘટે : સ્થાનિકના તત્વોને આવા બેનામ સ્મગલીંગ કાંડમાં જયા સુધી નહી ઝડપાય ત્યાં સુધી આવા ધંધાઓને સંદતર બંધ કરવા બની રહેશે કપરૂ કામ : દાણચોરી યુકત સોપારી જતી કયા હતી? : સ્થાનિકે મુદરા આસપાસમાં તેના કોઈ ખાનગી ગોડાઉનની ગોઠણવીઓ કરાઈ હતી કે નહી? : આ તમામ પાસાઓ તપાસ દરમ્યાન ચકાસવા ઘટે
ગાંધીધામ : દેશના મહાબંદરોમાં ગણનાપાત્ર મુંદરા બંદર પર પાછલા અમુક સમયથી એક પછી એક મીસડીકલેરેશન કરનારાઓના ગતકડાઓ પકડાઈ રહ્યા છે. તેમા ખાસ કરીને અહી આયાત કરવામાં આવતા અનેકવિધ પ્રકારના કેમીકલ તથા સોપારીની દાણચોરી કરનારાઓ બેફામ બની ગયા હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.
કચ્છના બંદર પર મિસડિક્લેરેશન સાથે સોપારીની ગેરકાયદેસર આયાતનો સિલસિલો યથાવત રહ્યો છે. મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે ગેરકાયદેસર આયાત કરેલી રપ ટન સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઝાડુના કન્ટેનરની આડમાં ડ્યૂટી ચોરી કરી સોપારી આયત કરવામાં આવી હતી. જોકે, આ અંગે તંત્ર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહી સોપારી દાણચોરીયુકત ઘુસાડવાનો જે કારસો વધુ એક વખત પકડાયો છે તે કોઈ પહેલી વહેલી વખત જ મળવા પામ્યો હોય તેમ નથી. જોવાની અને મજાની વાત એ છે કે, આ જથ્થા કસ્ટમ એસઆઈઆઈબી વિગ દ્વારા પકડવામા આવ્યો છે. મુંદરા કસ્ટમની આ ખાસ વિંગ છે. પરંતુ સવાલ એ થાય છે કે, અહી નિયમિત રીતે સેવારત કસ્ટમનો સ્ટાફ શું કરી રહ્યો હતો? તેમને કેમ આવી બાતમીઓ મળતી નથી? તેઓ શા માટે આવા કન્સાઈનેન્ટ પકડી શકતા નથી? બંદર પર વેશલ્સ આવવાથી લઈ અને ગેટ બહાર નીકળે છે અને સીએફઅસમાં પહોચે છે ત્યા સુધી કસ્ટમના અપ્રેઈઝર સહિતનાઓની જવાબદારીઓ બનતી હોય છે. આવા ઘટનાક્રમો તેમને ધ્યાને ન આવે એટલે આશ્ચર્ય તો સર્જાય જ તેમા કોઈ બેમત નથી. જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમની જાણ બહાર આવા ગતકડાઓને અંજામ આપવુ અશક્ય જ કહી શકાય તેમ છે. કસ્ટમવિભાગના ભ્રષ્ટ અમુક બની બેઠેલાઓની સિન્ડીકેટ તથા સ્પીડમનીનો સડ્ડો પણ મોટાપાયે અહી ફેલાયેલો હોવાનુ પણ સતત મનાતુ રહે છે. કસ્ટમના અમુક બની બેઠેલા ભ્રષ્ટ બાબુઓ સ્પીડમનીની લ્હાયમાં આવા ગતકડાઓને પાર કરાવી દે છે. હકીકતમાં મુંદરા કસ્ટમ એસઆઈઆઈબીએ જે રીતે કાર્યવાહી કરી છે તેને જોતા કસ્ટમના કયા કયા લાપરવાહોની પણ તેમાં ભુમીકા છે તે ચકાસવુ જોઈએ અને સાથોસાથ જ સ્થાનિકની કઈ કઈ કડી આ રીતે ઝાડુની આડમાં સોપારીનો જથ્થો મંગાવાયો છે તે બધાયની પણ પુછતાછ થવી જોઈએ. હકીકતમાં કયારેક બીટુમીનની આડમાં કરોડોની સોપારી આવી રહી છે તો કયારેક ઝાડુની આડમાં તો કયારેક અન્ય કોઈ સસ્તી કોમોડીટી ડીકલેર કરી અને તેની આડમાં સોપારીનો તગડો જથ્થો અહી દાણચોરીયુકત રીતે ઠલવાઈ રહ્ય હોવાની ઘટનાઓ બની રહી છે. કસ્ટમની સ્થાનિકની જાણ બહર આ બધુ ન થાય તે સ્પષ્ટ જ મનાય છે ત્યારે હવે હકીકતમાં ચીફ કમિશ્નર કસ્ટમશ્રી આ બાબતે ગંભીર બને અને મુંદરામાં સામુહીક સાફસફાઈનો દોર હાથ ધરે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.
.........
મુંદરામાં ઝાડુની આડમાં કરોડોની સોપારી ઝડપાઈ
ઈન્ડોનેશિયાથી આયાત થયેલા કન્ટેનરમાં દોઢ ટન ઝાડુ નીચે છુપાવેલ સવા બે કરોડની કિંમતની રપ ટન સોપારી નીકળી : પૂર્વ બાતમીના આધારે કસ્ટમની એસઆઈઆઈબીએ સપ્તાહ પૂર્વે ઉતરેલા કન્ટેનરની સીએફએસમાં કરી હતી તપાસ : સોપારીનો જથ્થો સીઝ કરી તપાસ એજન્સીઓએ કોણે આયાત કરી તેની શરૂ કરી તપાસ
ગાંધીધામ : મુન્દ્રા બંદર પર ઝાડુની આડમાં ઝીરો ટકા ડ્યૂટીમાં સોપારી આયાત કરવાનો કારસો ઝડપી પાડવામાં આવ્યો છે. આ વખતે આયાતકારોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મુન્દ્રા બંદર પર એક અઠવાડિયા પહેલા ઈન્ડોનેશિયાથી આવેલું કન્ટેનર ઉતારવામાં આવ્યું હતું. જેમાં બિલ ઓફ લેન્ડીંગમાં કાર્ગો તરીકે ઝાડુનો ઉલ્લેખ કરાયો હતો. સ્થાનિક કસ્ટમ વિભાગની એસઆઈઆઈબી બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીના આધારે કન્ટેનર પર વોચ રાખી હતી. તંત્રએ કન્ટેનરની બીલ ઓફ એન્ટ્રી કોના દ્વારા ફાઈલ થશે તેની રાહ જોઈ હતી, પરંતુ એક સપ્તાહ સુધી કોઈપણ આયાતકારે કન્ટેનરનું બિલ ફાઈલ ન કરતા એસઆઈઆઈબીના અધિકારીઓએ કન્ટેનરને ઓલ કાર્ગો સીએફએસમાં લઈ તપાસ કરતા વધુ એક સોપારી કાંડનો ભંડાફોળ થયો હતો. કન્ટેનરમાં દોઢ ટન ઝાડુની નીચે રપ મેટ્રીક ટન સોપારીનો છુપાવેલો જથ્થો મળી આવ્યો હતો. આ સોપારીની ડ્યૂટી સહિત કિંમત રૂા.ર.રપ કરોડ હોવાનું આકલન છે.
.......
સોપારી દાણચોરીની નવી મોડસઓપરેન્ડી ઝડપાઈ
ગાંધીધામ : અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કચ્છના પોર્ટ પર બેઝ ઓઈલ, પ્લાસ્ટિકના દાણા, એમએચઓ ઓઈલ, ગારમેન્ટ વગેરેની આડમાં સોપારીની ગેરકાયદેસર આયાત થઈ હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ વખતે આયકકારોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તપાસ એજન્સીએ આ જથ્થા કયા આયાતકારે મંગાવ્યો હતો. તેની તપાસ હાથ ધરી છે. સ્થાનિક કસ્ટમે પંચનામુ કરી જથ્થાને સીઝ કર્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પર મીટ મંડાઈ છે.
.............
મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?
ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)
વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે
સલીયાણાં...! :
Comments