K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વો સામે પાસા-હદપાર કયારે કરવામાં આવશે?

12 June

પૂર્વ કચ્છ એસપીશ્રી-અંજાર પ્રાંત ધ્યાને ન લે...!



ગેરકાયદેસર ખનન કરી રહેલાઓને રોકવા જતા ખાણખનિજની ટીમ પર છુટ્ટાહાથે પથ્થરમારો કરાયાની ઘટના સમગ્ર વહીવટીતંત્ર માટે કહેવાય લાલબત્તીરૂપ

‘‘આ જમીન તમારા બાપની નથી, અહીથી ભાગી જાવ,’’ તેમ સરકારી કર્મીઓને કહી અને ગેરકાયદેસર ખનનમાં લાગેલા હીટાચી મશીન સહિતનાઓને ભગાડી દીધા બાદ સરકારી કર્મીઓ પર પથ્થરનો મારો કરે તે શખ્સો સાચા ખનીજ લીઝધારકો હોય ખરા? વરસામેડીમાં ખનીજચોરીને લઈને આવા તત્વો પર કેટલા કેસ થયેલા છે? ર૦ લાખથી વધુનુ ખનીજ ખનન કરી ગયા, છતા તંત્રને ગાઠતા ન હોય, આવા માથાભારેની સામે પ્રાંત અધિકારીશ્રી ગંભીરતાથી લઈ, તેની સામે થયેલા અત્યાર સુધીના આવા કેસોની વિગતો અંકે કરવામા આવે અને ગુનાહિત માનસીકતા અથવા તો ખનીજચોરીની સતત પ્રવૃતીઓ સામે આવે તો તેને કેમ જેલના સળીયા ગણાતો નથી કરાતો? તેને કેમ કચ્છથી પાંચ જિલ્લા ટપાવી, હદપાર કરવાની પણ લાલઆંખ નથી કરાતી?


શિરજોરી સાથે ખનીજચોરી થતી હોય તો તે ઝભ્ભાલેંગાધારીની ઓથ તળે જ હોય..? વારંવાર સરકરી કર્મીઓની ટુકડીઓ પર હુમલા થઈ રહ્યા છે તો આવા બની બેઠલા માથાભારે શખ્સોને કયા રાજકારણીઓ છાવરી રહ્યા છે? ત્યા સુધી પણ કરવી જોઈએ તપાસ


ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળામા ખનીજનો પણ ભરપુર ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાથી સરકારનો જેટલા પ્રમાણમાં આવક થવી જોઈએ અથવા તો થતી હશે તેનાથી તો અનેકગણી લખલુંટ કરવામાં આવી રહી છે. અને હવે તો કચ્છમાં ખનીજચોરો  એટલી  હદે માથાભારે બની ગયા છે કે, ખનીજ માફીયાનું સ્વરૂપ બની ગયા હોય તેવી રીતે બેધડક રીતે ખનીજચોરી તો કરી જ રહ્યા છે પરંતુ હવે સરકારીતંત્ર, અધિકારીઓને પણ ખુબજ ગંભીર રીતે પ્રતિકાર કરી અને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. 
હાલમાં પણ અંજારના વરસામેડી પટ્ટામાં ખનીજચોરી થઈ રહી હોવાની વિગતોના અધારે ખાણખનિજ વિભાગની સરકારી ટુકડી જયારે તેને સ્થળ પર રોકવાવવા ગઈ ત્યારે ખનીજચોરી કરનારાઓ સુધી આ ટીમ પહોચે તે પહેલા જ એક ખાનગી વાહન તેમની ગાડીને આગળ આવી જાય છે, આ જમીનો તમારા બાપની નથી, અહીથી ચાલ્યા જાવ, કહેવાનો પણ આ શખ્સો પડકાર ન માત્ર કરે છે બલ્કે ગેરકાયદેસર ખનીજમાં જે વાહનો-મશીનો ઉપયોગમાં લેવાતા હતા તે બધાયને પણ ભગાડી મુકયા છે. 
અહીથી વાત નથી અટકતી પરંતુ તે બાદ આ ખાનગી વાહનમાં આવેલા શખ્સો દ્વારા સરકારી ટુકડીને ભગાડી દેવા માટે તેમના પર છુટ્ટાહાથે પથ્થરમારો અને હુમલો પણ કરવામાં આવે છેે. વિચાર તો કરો કે, આ ખનીજના ચીભડચોર સમાન તત્વો કેટલી હદે ફાટીને ફુલેકે ગયા હશે? આ હુમલો થયો એ પહેલી વહેલી જ ઘટના છે તેવુ પણ નથી, સરકારી ટુકડીઓ પર આવા હુમલાઓની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ ઉપરાંત વરસામીડી પટ્ટામાં પણ આવા હુમલાઓ કરાયા હોવાની પણ ઘટનાઓ તાજા ભુતકાળમાં થવા પામી ગઈ છે. ખરેખર તો હવે જયારે ફરીયાદ થઈ છે અને સરકારી કર્મીઓ પર હુમલો કરવામા આવ્યો છે ત્યારે આવા તત્વોની સામે હવે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે. જે શખ્સોની સામે ફરીયાદો થવા પામી રહી છે તેમનો ઈતિહાસ કાઢવો જોઈએ. તેમની સામે આ પ્રકારની આ પ્રથમ જ ફરીયાદ થઈ છે કે આ પહેલા પણ ફરીયાદો થવા પામી છે? 
જો ખરેખર અગાઉ પણ આવી ફરીયાદો થઈ હોય તો પૂર્વ કચ્છના એસપીશ્રી તથા અંજારના પ્રાંતશ્રીએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, સકલન સાધવુ જોઈએ, મજબુત પુરાવાઓ સાથે પાસા અને હદપારની જ દરખાસ્તો તૈયાર કરવી જોઈએે. જયાં સુધી સરકારી કર્મીઓ પર હુમલા કરનાર અથવા તો સરકારી કે પોલીસતંત્રના કબ્જામાથી પોલીસ મથકેથી ખનીજચોરીમા ઉપયોગમાં લેવાયેલા વહનો હંકારી જનારાઓેની સામે સરખી લાલઆંખ ભરી કાર્યવાહી નહી થાય ત્યા સુધી ખનીજચોરીઓને ડામવી કે અટકાવી કપરૂ કામ જ બની રહેશે?

Comments

COMMENT / REPLY FROM