K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચાંઉ કર્યા 

03 June




કંપનીના બેંક ખાતામાં રૂપિયા નાખવાના બદલે અંગત ખાતામાં જમા કરી ઉચાપત કરાઈ 


ગાંધીધામ : શહેરમાં ગળપાદર ખાતે આવેલા બીએમ ઓટો લિંક નામના વાહન શો-રૂમમાં કર્મચારીઓએ જ રૂા.૩૭.૧૬ લાખ ચાંઉ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી શો-રૂમના મેનેજર ભારતીબેન દિનેશભાઈ મુલચંદાનીએ જણાવ્યું કે, આરોપી ભારતનગરમાં રહેતો ભરત ચતુરલાલ ઠક્કર શો-રૂમના એકાઉટન્ટ તરીકે હોઈ ગાડી લેવેચના આવેલા ઓનલાઈન રૂા.૩૪,૪ર,૪૭૪ બેંક ખાતામાં જમા કરવાને બદલે શો-રૂમમાં કામ કરતા અન્ય કર્મચારીઓ તરૂણ હરેશ રાયખાગોર, રવી દાફડા અને વિનોદ દનીચા તથા પોતાના અન્ય સંબંધીના ખાતામાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપી તરૂણે ગાડી લે-વેંચના આવેલા રોકડા અને પરચૂરણ ખર્ચ અર્થે રાખેલા રોકડા રૂા.ર.૭૪ લાખ અંગત ફાયદા સારૂ વાપરી શો-રૂમની રસીદોમાં કસ્ટમરના ખોટા નામ લખી પોતાની સહી કરી રસીદ ખોટી હોવા છતાં સાચી બતાવી હતી. રવી અને વિનોદે પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા આપ્યા હતા. જેમાંથી અડધા પોતાની પાસે રાખી વાપરી રાખ્યા હતા. ચારેય જણાએ ભેગા મળીને શો-રૂમના ૩૭,૧૬,૪૭૪ રૂપિયાની ઉચાપત કરતા ગાંધીધમ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM