કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વિતરણ તેમજ એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું
સુરતઃ વિશ્વ માસિક ઋતુચક્ર દિવસ હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે ત્યારે મહિલા સશક્તિકરણ માટે સમર્પિત સામાજિક સંસ્થા, કામાખ્યાની સાથે મળીને ગિન્ઝા ઈન્ડસ્ટ્રીઝ લિ.ની અગ્રણી લોન્જરી બ્રાન્ડ, SOIE દ્વારા સચિન સ્થિત પોતાની સુરત ફેક્ટરી ખાતે માસિક ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતા જાળવવા અંગે એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માસિક ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ફેક્ટરી ખાતે પોતાની મહિલા કામદારોની વિશાળ સંખ્યામાં ટકાઉ સેનિટરી પેડ્સનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત માહિતીપૂર્ણ તેમજ વ્યક્તિગત સત્ર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અપાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કામાખ્યાના નિષ્ણાતો દ્વારા માહિતીપૂર્ણ સત્રો યોજાયા હતા, જેમણે માસિક ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતા, સામાન્ય ગેરમાન્યતાઓ, કુપ્રથાઓ તેમજ ઋતુચક્રને લગતી જૂનીપૂરાણી તથ્યહિન માન્યતાઓને દૂર કરવા વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડી હતી. આ માહિતીપૂર્ણ સત્ર બાદ પ્રશ્ન-જવાબ સત્ર યોજાયું હતું, જેમાં મહિલાઓને નિષ્ણાતો સાથે સીધી વાતચીતનો મોકો મળ્યો હતો. SOIE એ જવાબદાર બ્રાન્ડ છે અને ૭૦% મહિલા કામદાર ધરાવતી નોકરીદાતા છે, જેણે વધારામાં આ વિષય સંબંધે મહિલાઓની વ્યક્તિગત પૃચ્છાઓ અને ચિંતાઓને સંબોધિત કરવા પોતાની મહિલા કર્મીઓને સારી એવી સંખ્યામાં સામસામે વાર્તાલાપ માટે બ્રિફ પૂરી પાડી હતી.
ગિન્ઝા ઈન્ડસ્ટ્રીઝ લિ. ખાતેના વીપી અમૃત સેઠિયાએ આ શૈક્ષણિક પહેલ અંગે જણાવ્યું હતું કે, “સમાવેશીપૂર્ણ તેમજ વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિર્માણ કરવું એ સંવેદનશીલ કાર્યબળ પ્રાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેઓ તેમના અધિકારો અને સંસ્થાઓથી વાકેફ હોય છે અને તેમની જાતને સુશિક્ષિત કરવા પ્રયત્નશીલ રહે છે. મહિલા-સમર્પિત બ્રાન્ડ તરીકે SOIE ખાતે અમે માસિક ઋતુચક્ર દરમિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા તેમજ મહિલાઓને આવશ્યક શિક્ષણ અને સંસાધનો પૂરા પાડવાની મહત્ત્વતાને સમજીએ છીએ. આ કારણથી, અમારા પ્રયાસો હંમેશા મહિલા સમુદાયોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર આણવા પ્રત્યે સમર્પિત રહે છે અને આ રીતે સમાજ માટે પ્રેરક અને નોંધપાત્ર યોગદાન આપીએ છીએ. આ શૈક્ષણિક કાર્યક્રમ માટે કામાખ્યા સાથે અમારું જોડાણ એ માસિક ઋતુચક્રને લગતી ચિંતાઓને સંબોધિત કરવા અને સાથે તેના થકી સહાયરૂપ કાર્ય વાતાવરણ રચીને અમારી મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે.”
આ શૈક્ષણિક સત્રના આયોજન ઉપરાંત SOIE દ્વારા અસંખ્ય મહિલા કર્મચારીઓમાં ટકાઉ સેનિટરી પેડ્સનું વિતરણ કરાશે, જેનાથી માસિક ઋતુચક્રને લગતા આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનું તેનું સમર્પણ વધુ ઘેરું બનશે.
આ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન ગત ૨૪મી મે, ૨૦૨૪ના રોજ સુરતના સચિન સ્થિત SOIE ફેક્ટરી ખાતે કરાયું હતું.

Comments