K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગાઈ

31 May




જ્યુબિલી સર્કલે આવેલી બેંકના સેલેરી એક્ઝિકયુટીવે પૈસા મેળવી ગોલ્ડ જમા ન કરાવી આચર્યું કારસ્તાન



ભુજ : બેંકના નામે અવારનવાર ઠગાઈના બનાવો સામે આવતા હોય છે પરંતુ હવે બેંક સાથે જોડાયેલા કર્મચારીઓ જ ઠગાઈના બનાવો આચરી રહ્યા છે. ભુજમાં જ્યુબિલી સર્કલે આવેલી એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ખુદ બેંકના જ સેલેરી એક્ઝિકયુટીવે પૈસા મેળવી અને જમા ન કરાવી ઠગાઈ આચરી હતી જે મામલો પોલીસ ચોપડે ચડયો છે.
જામનગરમાં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ લાંબાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સહી બંધુ ફીન્ટેક પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં અધિકૃત ઓફિસર તરીકે નોકરી કરે છે. કંપનીનું મુખ્ય કામ પાર્ટનર બેંકમાં ગોલ્ડ લોનના ગ્રાહકોને રીફર કરવાનું હોય છે. તેમની બેંકે ભુજની એક્સિસ બેંક સાથે ટાઈઅપ કરેલું છે. ગત ર૯ ફેબ્રુઆરીના એક્સિસ બેંકના કર્મચારી રીયાઝભાઈનો ફોન આવ્યો કે, અમારી બેંકમાં સેલેરી એક્ઝિકયુટીવ તરીકે કામ કરતા માધાપરના હેતલબેન ગોસ્વામીની ભુજની આઈઆઈએફએલ નામની ફાયનાન્સમાં ગોલ્ડ લોન ચાલુમાં છે. આ લોન એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવાની છે. જેથી પુરાવા મોકલતા ખરાઈ કરી હતી. ફરિયાદીની સીમ્પલ પે ફાયનાન્સ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા ગોલ્ડ લોન માટે એપ્રુવલ અપાઈ હતી. બાદમાં હેતલબેને વિશ્વાસ અપાવ્યો કે જો મને રૂપિયા આપો તો હું આઈઆઈએફએલમાં પડેલ મારૂં પ૦ લાખનું સોનુ એક્સિસ બેંકમાં જમા કરાવી ગોલ્ડ લોન ચાલુ કરાવીશ. વિશ્વાસના આધારે ટુકડે ટુકડે ૩પ લાખ એચડીએફસી બેંકના ખાતામાં જમા કરાવાયા હતા. બાદમાં પ્રોસીઝર પુરી કરી હેતલબેનને સોનુ એક્સિસ બેંકમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેઓએ વાયદા કર્યા પણ સોનુ જમા ન કરાવ્યું. બાદમાં પૈસા એક - બે દિવસમાં આપી દેશું તેવા વાયદા કર્યા હતા. બાદમાં બે લાખ રૂપિયા સીમ્પલ પે ફાયનાન્સમાં જમા કરાવ્યા પણ બાકીના ૩૩ લાખ રૂપિયા કે દાગીના જમા કરાવ્યા નહીં. અવારનવાર માત્ર વાયદા આપ્યા જેથી રૂપિયા ન મળતા હેતલબેન સામે ફોજદારી દાખલ કરવામાં આવી છે. જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM