K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડપાઈ 

20 May




પુછપરછ કરતા અગ્નિશસ્ત્ર રાખવા માટે કોઈ આધાર પુરાવા ન મળી આવતા અટકાયત કરાઈ 

ભચાઉ : કાનમેરના રણમાં ફાયરિંગ થયા બાદ વાગડ વિસ્તારમાં પોલીસ જાગી છે અને ગેરકાયદે છુપાવેલા હથિયારો શોધવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભચાઉ તાલુકાના કણખોઈ ગામે વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડપી લેવાઈ હતી. ભચાઉ પોલીસે બાતમીના આધારે લખમણ દેશરાભાઈ કોલીના કાચા મકાનની પાછળ ભાગે આવેલા વાડામાં તપાસ કરતા કોથડામાં વિટેલી હાલતમાં સિંગલ નાળવાળી દેશી બંદૂક મળી આવી હતી. જે બાબતે કોઈ ઓધાર-પુરાવા મળી આવ્યા ન હતા. ત્રણ હજારની બંદૂક કબજે કરી આરોપીની અટક કરવામાં આવી હતી. બંદૂક ક્યાંથી મેળવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અવાર-નવાર વાગડ વિસ્તારમાં આ પ્રમાણે હથિયારો મળી આવે છે. અન્ય ડ્રાઈવની જેમ વાગડ વિસ્તારમાં ગેરકાયદે અગ્નિશસ્ત્રો શોધવાની ડ્રાઈવ પોલીસ દ્વારા યોજવી જોઈએ તેવું વર્તુળો જણાવે છે.

......

Comments

COMMENT / REPLY FROM