K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લાખ લીટરનો ઘટાડો

17 May




હાલના સમયે સામાન્ય રીતે પ.પ૦ લાખ લીટરની દૂધની આવક હોવી જોઈએ તેની સામે સરહદ ડેરીમાં ઠલવાઈ રહ્યું છે ૪.રપ લાખ લીટર દુધ : કાળઝાળ ગરમીના લીધે દૂધના ઉત્પાદનમાં ઘટાડો : વલમજીભાઈ હુંબલ (ચેરમેન, સરહદ ડેરી)


ભુજ : કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિનું નિર્માણ થયું હોઈ પુરક વ્યવસાયના બદલે મુખ્ય વ્યવસાય તરીકે લોકો પશુપાલનને અપનાવતા થયા છે. જિલ્લામાં હજારો લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે પશુપાલન ક્ષેત્રમાંથી રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં હાલના સમયે સામાન્ય રીતે દૈનિક પ.પ૦ લાખ લીટરની દુધની આવક રહેતી હોય છે. પરંતુ તેની સામે સરહદ ડેરીમાં ૪ થી ૪.રપ લાખ લીટર જેટલું દુધ ઠલવાઈ રહ્યું હોઈ દૈનિક દુધ ઉત્પાદનમાં ૧.રપ લાખ લીટર દુધની મોટી ઘટ જોવા મળી રહી છે. આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં માનવ વસતી કરતા પશુધનની સંખ્યા વધુ હોઈ પશુપાલન ક્ષેત્ર દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. એક સમયે ધરતીપુત્રો પુરક વ્યવસાય તરીકે પશુપાલનને અપનાવતા હતા પરંતુ જિલ્લામાં ડેરીના મજબુત બનેલા માળખાની સાથોસાથ સરકારી યોજનાઓના લાભના લીધે અન્ય લોકો પણ પશુપાલન ક્ષેત્રને રોજગારીના મજબુત માધ્યમ તરીકે અપનાવતા થયા હોઈ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે નવો સુર્યોદય થયો છે. સામાન્ય રીતે ચોમાસા અને શિયાળાની સરખામણીએ ઉનાળામાં ગરમીના કારણે દુધનું ઉત્પાદન ઓછું રહેતું હોય છે. હાલે કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીનો દોર ચાલી રહ્યો છે ત્યારે દુધ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે વિગતો આપતા જણાવ્યું કે, હાલના સમય દરમ્યાન સરહદ ડેરીમાં દૈનિક ૪ થી ૪.રપ લાખ લીટર દુધની આવક થઈ રહી છે. જે સામાન્ય આવક પ.પ૦ લાખ લીટરની સરખામણીએ ૧.રપ લાખ લીટર જેટલું ઓછું છે. તેમણે વધુમાં  જણાવ્યું હતું કે, સરહદ ડેરી પર સૌથી વધારે દુધ ભેંસનું આવતું હોય છે. દુધની કુલ્લ આવકમાં ૮૦ ટકા જેટલું દુધ ભેંસનું હોય છે. ભેંસનું વિયાણ મોડું હોવાથી અને કાળઝાળ ગરમી ચાલી રહી હોવાથી દુધના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ તરફ કચ્છના બારડોલી એવા નખત્રાણા પંથકમાં પણ દુધ ઉત્પાદનમાં ઘટાડો થતા પશુ પાલકો પર આર્થિક ભારણ વધ્યું છે. મોટા ભાગના પશુ પાલકો દુધનું વેંચાણ કરીને તેમની આજીવીકા રળતા હોય છે, ત્યારે પશુઓમાં દુધ ઘટી જતા પરિસ્થિતિ કફોડી બની છે. જતાવીરા સરહદ ડેરીના ગોપાલભાઈ વાઘેલા અને નથ્થરકુઈના દાનાભાઈ નથુ આહિરે જણાવ્યું હતું કે, મોટા ભાગની મંડળીમાં એક હજારથી ૧પ૦૦ લીટર દુધ ઓછું આવી રહ્યું છે. દુધ ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ કાળઝાળ ગરમી ઉપરાંત હલકી ગુણવતા અને જરૂર કરતા ઓછો ઘાસચારો મળતો 
હોવાનું છે. 

 

Comments

COMMENT / REPLY FROM