K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણી તેલચોર-ટોળકી પર હતા ૪ હાથ

13 May





લાખાપર પટ્ટામાંથી પૂર્વ કચ્છ એલીસીબીએ ત્રાટકી અને ચોરાઉ તેલના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા, ત્રણ થઈ ગયા ફરાર : જો એલસીબીને લાખાપરના આંતરીક વિસ્તારમાં ચોરાઉ તેલના આવેલા અડ્ડાની બાતમીઓ મળી શકતી હોય તો સ્થાનિકે ખાખીધારીઓ-ડી સ્ટાફ સહિતનાઓ કેમ રહી જાય અંધારામાં? તેલચોરી કરવી એ કોઈ મીનીટોની ગણતરીનું કામ નથી, તેના માટે મોટું લાવ-લશ્કર જોઈએ છે, ભરત-નટુકાકાના તેલચોરીના વાડાના અડ્ડાઓ ચાલતા હોય અને સ્થાનિકના જવાબદારો અંધારામાં રહી જાય તે વાત સહજતાથી કોઈને ગળે ઉતરે તેમ નથી..?


પૂર્વ્‌ કચ્છ એલસીબી લાખાપરના અંતરિયાળ વિસ્તારમાં ચોરાઉ તેલના વાડા પર ત્રાટકી શકે છે તો પછી સ્થાનીકના ખાખીધારીઓ અંધારામાં રહી જાય એટલે કયાંક ને કયાંક તેઓએ ઉંધા ચશ્મા પહેરી રાખ્યા હોય તેવુ તો ફલિત થતુ જોવાઈ જ રહ્યુ છે..! 
ઉલ્ટા ચશ્મા પહેર્યા છે કે પછી ગાંધીજીવાળા ચશ્મા?

ખાટલે મોટી ખોટ : ઝડપાયેલા ભરતને પુછો, કયાં કયાથી તેલની કેટલા સમયથી ચોરીઓ કરી છે? અને ચોરાઉ તેલનો જથ્થો વેંચતા કોને હતા? તો ભરત-નટુના મોટા તેલ ચોરીના નેટવર્કનો થશે ભાંડાફોડ : અંજારના પીઆઈ તો કડક અને ફરજનિષ્ઠ અધિકારી છે, તેમ છતા પણ કયા એવા ભ્રષ્ટ મોરલાઓ ભરત-નટુને સ્થાનિકે છાવરી ગયા?


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં તેલચોરીના ધમધમતા નેટવર્ક પર દેર સે આયે દુરસ્ત આયેના તાલે પૂર્વ કચ્છ પોલીસે સપાટો બોલાવી દીધો છે. એકતરફ ચાલતા હાઈવે હોટેલના ડિજલચોરીના ધંધા પર ત્રાટકી છે તો બીજીતરફ અંજારના લાખાપરમાં ચોરાઉ તેલના વાડા અને તેમાય ત્રણ જેટલા શખ્સોને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ઝડપી પાડયા છે. જો કે, અહી ત્રણ જેટલા અન્ય શખ્સો ફરાર થઈ જવા અને તેમાં    નામના શખ્સો પણ સમાવેશ રહેવો કયાંક ને કયાંક સવાલો ખડા કરનારા તો બની જ રહ્યા છે. ખૈર, નટુ-ભરત લંગડાના ચાલતા તેલચોરીના મોટા અને વ્યાપક નેટવર્કને ડામવાની દીશામાં આ પહેલ સરાહનીય જ કહવાય.
જો કે, બીજીતરફ અહી જાણકારો સવાલ કરી રહ્યા છે કે, ભરત અને નટુકાકાના વકરી ગયેલા તેલચોરીના આ મોટા વ્યાપક નેટવર્કને લઈને પૂર્વ કચ્છ એલસીબી જેવી ટીમ તવાઈ બોલાવી શકે છે તો સ્થાનિક પોલીસ આ બાબતે કેમ અંધારામાં રહી ગઈ? અહી સવાલો ઉઠવા પામી રહ્યા છે કે, એલસીબી જો આ પ્રકારની તેલચોરીને ડામી શકે છે અથવા તો ડામવાની દીશામાં કાર્યવાહી કરી દેખાડી શકે છે તો જે અંજાર મથકના વિસ્તારમાં આ તેલચોરી થતી હતી ત્યાંના સ્થાનિક ખાખીધારીઓને કેમ આવા ધંધાઓની ગંધ શુદ્ધા પણ ન આવી? તેના પાછળનુ રહસ્ય શું છે? અંજારના વર્તમાન પીઆઈ તો કડક અને તટસ્થ કામગીરી કરનારા છે, તો પછી તેમના તાબાના સ્ટાફે તેઓને કેમ આ પ્રકારની તેલચોરીના અડ્ડા બાબતે જાણ શુદ્ધા પણ ન કરી? શું ડી સ્ટાફને આવા ધંધાઓ ચાલતા હોવાની કોઈ જ ખબર ન હતી? જો એમ હોય તો પછી આટલો નબળો ડી-સ્ટાફમાં ફરેફારો કેમ કરવામાં ન આવે અને તેમની જગ્યાએ સારા અને સોર્સના નેટવર્ક ધરાવી શકે તેવાઓને કેમ વેળાસર મુકવામાં ન આવે? બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, ઝડપાયેલા શખ્સોના કડક રીમાન્ડ લેવા જોઈએ અને અહી આ પ્રકારનો ધંધો કેટલાક સમયથી ચાલી રહ્યો છે? લાખાપર ઉપરાંત અન્યત્ર કયાં કયાં આ ભરત લંગડો અને નટુકાકાના તેલચોરીના અડ્ડાઓ ચાલી રહ્યા છે? આ બધાયથી ઉપરનો પ્રશ્ન એ છે કે, ચોરાઉ તેલનો જથ્થો ખરીદનારાઓ કોણ હતા? ખાખીધારીઓએ હકીકતમાં જો તેલચોરીને ડામવી હોય તો ચોરાઉ તેલનો જથ્થો ખરીદનારાઓ સુધી તપાસ લંબાવી જોઈએ. 


.........


તેલચોરોની હિમંત તો જુઓ, રીફાઈન કર્યા વિના જ સીધેસીધું જ પેકીંગ કરી પધરાવી દે છે...!

આરોગ્યવિભાગ સહિતનાઓ કેમ અંધારામાં છે : અનેક લોકોના સ્વાસ્થય ઉપરાંત જીવની સાથે પણ થઈ રહ્યા છે ગંભીર ચેડા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં તેલચોરો કટલા ફાટીને ફુલેકે ગયા છે તેનો આ તેલચોરીના નેટવર્ક ધમધમાવનારા નટુકાકા અને ભરત આણી ટોળકીના ખેલ પરથી ખ્યાલ આવી શકે તેમ છે. આ શખ્સો ચોરાઉ તેલ ટેન્કરોમાથી કાઢી લઈ અને તેને રીફાઈન કરવા સિવાય સીધેસીધા જ તેના પેકીંગ બનાવી અને વેચાણમાં મુકી દેતા હોવાનુ ચર્ચાય છે. જો આમ કરાતુ હોય તો કઈક લોકોના આરોગ્ય તથા જીવની સાથે પણ આ ચેડા થયા જ કહેવાય. પોલીસ ઉપરાંત આરોગ્ય વિભાગ પણ આવા તેલ સંગ્રહ કરનારા અને કોેને કોને વહેંચાયા છે તે સહિતની માહીતીઓ મેળવવામાં એકશનમાં કેમ ન આવે..!

........


ચોરાઉ તેલ ખરીદનારો ૧ જ કુખ્યાત તેલચોર કિશોર હોવાની ચર્ચા

ગાંધીધામ : ભરત અને નટુની ગેંગ તેલચોરીને જે અંજામ આપી રહી છે તે ચોરાઉ તેલ તેઓ વેચી કેાને રહ્યા છે તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે. કહેવાય છે કે, ચોરાઉ તેલનો જથ્થો ખરીદનાર તો એક જ છે. ચોરાઉ તેલનીખરીદી કરી અને તેની હેરફેર કરવામાં કુખ્યાત તેલચોર તરીકે પંકાયેલ કિશોરનું જ નામ મોખરે આવતુ હોવાનુ મનાય છે. જો આ બાબતે ઉંડી તપાસ કરવામા આવશે તો ચોકકસથી કુખ્યાત તેલચોર કીશોર સુધી રેલો લંબાવવા પામી શકે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM