અપહરણ, હત્યા અને સસ્પેન્સ! : અંજારના ક્રુરહત્યા કાંડમાં ભેદભરમ પેટા : સવાલ સવા મણનો : પ્રારંભીક તબક્કે જ સબંધોને લઈને કેમ ચુપકીદી સેવામાં આવી? યશ પાલક માતા-પિતા પાસે રહે છે, સબંધોના તાણાવાળાંનો ખુલાસો તપાસના શરૂઆતી કાળમાં કેમ થવા ન પામ્યો? અથવા તો કેમ કરવામાં ન આવ્યો? રેખાબેનના બહેનનો દિકરો છે યશ, તેના માતા-પિતાનું થઈ ચુકયુ છે નિધન..! : ખંડણીના ફોન બાદ કેટલાક સમયમાં ફરીયાદ કરવામાં આવી? કેમ વધારે સમય ફરીયાદમાં કઢાયો? યશનો ફોન પણ કેમ બંધ થઈ ગયો? યશ જો વીડીયો ઉતારી શકતો હતો, તો પછી તેણે કોઈને મદદ માટે ફોન કેમ ન કર્યો? પેટા : મુળ યુપીના અને અંજારમાં રહેતા ટીમ્બરના વેપારીના પુત્રની હત્યામાં પોલીસના અથાગ પ્રયાસો બાદ પણ ચુસ્ત-સુરાગ-કડી મળવાની ઈંતેજારી : ઘટના બન્યાના સપ્તાહ બાદ પણ રહસ્ય પરથી પડદો ન ઉચકાતા તરેહ તરેહના ચાલી રહ્યા છે તર્કવીતર્કો : યશ પાલક પિતા પાસે રહેતો હતો, તો કોઈ પારીવારીક મતભેદો તો ન હોતા બન્યા ને? : પોલીસ તપાસમાં ઘરવાળાઓ સહકાર આપે તો જલ્દીથી આ ઘટનાનો ભેદ ઉકેલાવાની જાણકારો સેવી રહ્યા છે સંભાવના પેટા : વિદ્યાસંકુલો-કોલેજોમાં ડ્રગ્સનું દુષણ, પાવડરનું પણ ચલણ ખુબ જ વધી ગયુ છે, અને કેટલાય યુવાનોને બરબાદીના ખપ્પરમાં ધકેલી રહ્યુ છે, કેવા કારણોસર હત્યારાઓએ આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો? તે મામલે ઘેરાઈ રહ્યું છે રહસ્ય પેટા : ડીએનએ ટેસ્ટ કરાવવો પણ જરૂરી : કયાંક ભચાઉ જેવુ તો કંઈ નથી થતું ને? : જાણકારોનો સુચક સંકેત ગાંધીધામ : કચ્છના અંજારમાં યુવકની અપહરણ બાદ હત્યા કરાઈ હોવાનું ખુલી જતા સમગ્ર વિસ્તારમાં આતંરીક રીતે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસતંત્ર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ અને ન માત્ર દીવસ રાત એક કરીને બલ્કે દિવાળીના નવા વર્ષની રજાઓ પણ રદ કરી અને આ ગુનાના ઉકેલ માટે કવાયત આદરી જ રહી છે તે વચ્ચે પણ હજુ પુખ્તા પુરાવાઓ કે પછી કોઈ મોટી મહત્વપૂર્ણ કડી આ ઘટનામાં પોલીસના હાથે હજુ લાગી જ ન હોય તેવો વર્તારો સામે આવતા આ અપહરણ કમ હત્યાકાંડમાં પણ કેટલાક ભેદભરમો સામે આવવા પામ્યા છે.વાત સહેજ વિગતે માંડીએ તો અંજારના મેઘપર બોરીચી ગામની મંગલમ સોસાયટીમાં રહેતા લાકડાના વેપારીનો પુત્ર અચનાક ગાયબ થઈ ગયો જે બાદ પોલીસ દોડતી થઈ ગઈ, પરીવારને ખંડણીનો ફોન પણ આવ્યો, સવાર કરોડની માંગ કરાઈ અને આખરે પાંચ ફુુટ ઉંડા ખાડામાં યુવકની લાશ મળતા સનસનાટી ફેલાઈ જવા પામી હતી. દિવાળી પહેલા અનેક રહસ્યો ફેલાયેલ આ ઘટનાક્રમમાં હતભાગી યુવકના સોશ્યલ મીડીયામાં પોસ્ટથયેલા એક વીડીયો પોલીસને લાશ સુધી પહોચાડવામાં ભારે મદદરૂપ બન્યો હતો. આખાય કેસની વાર્તા શરૂ થાય છે આજથી એકાદ સપ્તાહ પહેલા. છ નવેમ્બરના રોજ યશ તોમર નામનો યુવાન ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો. મોપેડ પર સવારે સાડા દસ કલાક તે પોતાના ઘરેથી નીકળે છે. જયારે તે કોલેજ જવા નીકળ્યો ત્યારે તેને ખબર ન હોતી કે તેનો આજે છેલ્લો દીવસ છે. ઘરેથી વિદાય લેનાર માતાને પણ ખબર ન હતી કે તે છેલ્લી વાર પોતાના વ્હાલસોયા દીકરાને જોઈ રહી છે. તે જ દીવસે સાંજે છ વાગ્યે પરીવારને ખંડણી માટે ફોન આવે છે. કીડનેપરે આ ફોનમાં સવા કરોડની ખંડણીની માંગ કરી હતી.જે બાદ તુરંત જ પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસ માટે કોયડા સમાન બની ગયેલી આ ઘટનામા કેઈક મોટા સવાલો ફરીયાદની સાથે જ ઉભા થવા પામી ગયા હતા. યશનુ અપહરણ કોણે કર્યુ? શા માટે કર્યુ? તેવા કઈક સવાલો ઉભા થવા પામી ગયા હતા. પોલીસે આ મુદાઓને કેન્દ્રીત તપાસ હાથ ધરી દીધી હતી. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને પોલીસને પ્રથમ કડી આ કેસમાં મળવા પામી ગઈ હતી. અને તે કડીએ યુવકના મૃતદેહ સુધી પોલીસને લઈ ગઈ હતી. યશ તોમર ઘરેથી નીકળ્યો તેના અડઘા કલાકમાં જ સ્નેપચેટ પર વીડીયો અપલોડ થયો, જાળી જાખડવાડા દેખાતા સ્થળ પરથી બનેલા વીડીયોમાં લખાયેલુ હતુ કે, ફસ ગયા. અને બસ પોલીસ માટે આ જ વીડીયો યશ સુધી પહોચવાનુ સરનામું બની ગયુંં. તે વીડીયો આધારે શોધખોળ હાથ ધરી તો જયાનો વીડીયો હતો ત્યાથી યશનો બુટ મળી આવવા પામ્યો હતો, બીજા દીવસે સવારે વીધીવત ખોદકામ કરવામાં આવતા યશનો કોહવાઈ ગયેલો મૃતદેહ પણ અહીથી મળી આવવા પામ્યો હતો. મૃતદેહ મળતા જ અપહરણ અને હત્યાની દીશામાં પોલીસે યુદ્ધના ધારેણે તપાસ હાથ ધરી દીધી હતી. ન માત્ર દીવસ રાત એક કરીને બલ્કે દીવાળી જેવા તહેવારોની રજાઓને પણ રદ કરી અને પોલીસ આ ગુનાની ગંભીરતા સમજી તેના ઉકેલ માટે રાઉન્ડ ધી કલોક વ્યાયામ આદરી રહી છે. હવે જોવાનુ રહ્યુ કે, પરીણામલક્ષી ફળિભુત કાર્યવાહી કયારે થાય છે? ----- આ પ્રકરણમાં સવાલો તો ઘણા છે..! ગાંધીધામ : યશના અપહરણ-હત્યાકાંડના આ પ્રકરણમાં સવાલો તો ઘણા છે, જેમ કે, યશ જે મોપેડ પર નીકળ્યો હતો તે મોપેડ કયાં છે? કોનું હતુ? તેની સાથે પાછળ બેઠેલ કોણ છે? યશનું અપહરણ કરાયુ તો તેનો પાછળ બેઠેલ મિત્ર કેમ આબાદ રહી ગયોો કે પછી પાછળ બેઠેલની પણ કોઈ ભૂમિકા છે? યશ ઘરેથી નીકળી જે સ્થળ પર મૃતદેહ મળ્યો છે તે પહેલા તો રસ્તામાં આખુય ગામ-બજાર આવી જાય છે, કેમ અપહૃત હતો તો તેણે શોર-બકોર ન કર્યો? મદદ ન માંગી? અપહરણ કારોએ યશની હત્યા કયા સમયે કરી છે? યશના અપહરણકારોએ ખંડણી માંગી હતી તો પછી હત્યા કેમ કરી દીધી? ફોન ખંડણી માટે આવ્યો હતો તે સીમકાર્ડ કોનો હતો? ફોન કરાયો તે ધ્યાન ભટકાવવા જ કરાયો હતો કે કેમ? હત્યા કરવાનું સુનીયોજીત કાવતરું જ ઘડી લીધુ હતુ કે શું? હત્યા માટે પાંચ ફુટ ઉંડો ખાડો ખોદેલો હતો કે અપહરણકારોએ ખોદ્યો હતો? ખોદવામાં મદદગારી કોણે કોણ કરી હતી? આ બધાય સવાલો ઉત્તરની આતુરતાથી આ ઘટનામાં રાહ જોઈ રહ્યા છે.